અમદાવાદ : ‘મારા દીકરાને કાગળ પર છૂટાછેડા આપી દે પછી..,’ ગ્રીનકાર્ડ માટે સાસુએ ઘડ્યો હતો ફિલ્મી પ્લાન

અમદાવાદ: શહેરના રામોલ પોલીસસ્ટેશનમાં એક યુવતીએ પોતાની સાથે થતા અત્યાચાર ને લઈને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના પતિને વિદેશ જવાનું ભૂત ઉપડ્યું હતું. પણ તેના ત્રણ વાર વિઝા કેન્સલ થયા હતા. જેથી આ યુવતીની સાસુએ હિન્દી ફિલ્મની કહાની ની જેમ એક વિચિત્ર પ્લાન ઘડી નાખ્યો હતો. આ યુવતીને તેના સાસરિયાઓ એ જણાવ્યું કે તેનો પતિ અમેરિકા (USA) જાય એ પહેલાં તે કાગળ પર ખાલી છૂટાછેડા આપી દે અને બાદમાં તે વિદેશ જઈને ગ્રીનકાર્ડ ધરાવતી યુવતી સાથે લગ્ન કરી ગ્રીનકાર્ડ મેળવી લેશે અને બાદમાં તેને છોડીને ફરી આ યુવતીને પત્ની તરીકે અપનાવી લેશે.’
આ પ્લાન સાંભળીને જ યુવતી ચોંકી ઉઠી હટીમ બીજીબાજુ યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સગાઈ થઈ ત્યારે કામવાળી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સાસરિયાઓએ ગાડી લેવાનું કહ્યું હતું. સાસરિયાઓ એ ગાડી તો લીધી પણ કામવાળી ન રાખતા યુવતી નોકરીની સાથે ઘરકામ પણ કરીને થાકી જતી હતી. સમગ્ર મામલે યુવતીના આક્ષેપ મુજબ પોલીસે (Police complain) ફરિયાદ નોંધી હવે તપાસ શરૂ કરી છે.
શહેરના વસ્ત્રાલ માં રહેતી 30 વર્ષીય યુવતી ખાનગી બેંકની ઓઢવ બ્રાન્ચ ખાતે નોકરી કરે છે. તેના લગ્ન વર્ષ 2015માં એક યુવક સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. તે પહેલા આ યુવતીએ વર્ષ 2014માં બંને પરિવારોની મંજૂરીથી કોર્ટ મેરેજ પણ કર્યા હતા. આ યુવતીના લગ્ન થયા ત્યારે તેનો પતિ ગાંધીનગર ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. અને આ યુવતી પણ એક ખાનગી બેંકમાં નોકરી કરતી હતી.
વર્ષ 2013માં જ્યારે યુવતી ની સગાઈ થઈ ત્યારે તેના સાસરિયાઓએ પહેલેથી જ એક ગાડી ની માગણી કરી હતી. લગ્ન કર્યા બાદ પોતાની બેંકમાંથી સ્ટાફ લોન ઓછા વ્યાજે મળતી હોવાથી ગાડી ખરીદી હતી. જ્યારે જ્યારે આ યુવતીને બેંકે થી ઘરે આવતા મોડું થાય તો તેની સાસુ તેને ગમે તેમ કહી અપમાનિત કરતી હતી. જ્યારે આ યુવતી ની સગાઈ થઈ ત્યારે કામવાળી બહેન રાખવાનું નક્કી થયું હતું, છતાં સાસરિયાઓએ કામવાળી બહેન રાખી ન હતી અને બીજી તરફ શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.