બોટાદ જિલ્લાનાં હથિયારનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Anil Makwana

ભાવનગર
રિપોર્ટર – જાકીર મીર
ભાવનગર રેન્જ, ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા, પો.સબ ઇન્સ.શ્રી આર.વી.ભીમાણી તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતા ફરતા આરોપી ઓને પકડી પાડવા સખત સુચના આપેલ. આજરોજ ભાવનગર, એલ.સી. બી. સ્ટાફનાં માણસો વલ્લભીપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, બોટાદ જિલ્લાનાં બરવાળા પો.સ્ટે.નાં હથિયારનાં ગુન્હામાં નાસતો ફરતો આરોપી અલ્લારખ કાસમભાઇ ખારી રહે.ધોલેરા રોડ,પીરની દરગાહ પાસે,ધંધુકા જી.અમદાવાદ વાળો વલ્લભીપુર બસ સ્ટેન્ડમાં ઉભો છે.જે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત વર્ણનવાળો અલ્લારખ કાસમભાઇ ખારી ઉ.વ.૨૨ રહે.ધોલેરા રોડ,સરમુબારક પીરની દરગાહ સામે,ધંધુકા જી.અમદાવાદ વાળો હાજર મળી આવેલ. તેને હસ્તગત કરી પુછપરછ કરતાં મજકુર આરોપીએ ઉપરોકત ગુન્હામાં તેને અટક કરવાનો બાકી હોવાની કબુલાત કરેલ. હાલમાં કોવિડ-૧૯ની મહામારીના કારણે મજકુર આરોપીને પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી સારું વલ્લભીપુર પો.સ્ટે. સોંપવામાં આવેલ. આ નાસતાં- ફરતાં આરોપીને અટક કર્યા અંગેની જાણ બરવાળા પો.સ્ટે.ને કરવા તજવીજ કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી આર.વી.ભીમાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પો.કોન્સ કુલદિપસિંહ ગોહિલ એ રીતે ના માણસો જોડાયા હતાં.