સુરતઃ 22 વર્ષની તન્વીના મૃત્યુના કેસમાં થયો મોટો ધડાકો, તન્વીની ફ્રેન્ડે હોટલમાં તન્વી સાથે રાત રોકાયેલા પંકજ મુદ્દે શું કર્યો મોટો ધડાકો ?

સુરતઃ સુરતમાં નવા વર્ષના પહેલા દિવસે પીપલોદની હોટલમાં 22 વર્ષની યુવતી તન્વી ભાદાણીનું રહસ્યમય રીતે મોત થયું એ કિસ્સામાં મોટો ધડાકો થયો છે. કતારગામમા રહેતી તન્વીએ ઝેરી દવા ગટગટાવી હોવાનો તન્વીની બહેનપણીની પૂછપરછમાં ખુલાસો થયો છે.
તન્વીની ફ્રેન્ડે દાવો કર્યો છે કે, તન્વીનો ફ્રેન્ડ અને હોટલમાં એ જેની સાથે ગઈ હતી એ પંકજ ગોહેલ પરણિત હોવાથી તન્વીને પૂરતો સમય ન આપતો હોવાથી તન્વીએ ઝેરી દવા પી લીધી હતી. આ મુદ્દે તન્વી અને પંકજ વચ્ચે હંમેશા રકઝક થતી હતી એવો દાવો પણ તેણે કર્યો છે.
તન્વીની ફ્રેન્ડના આ દાવાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે કેમ કે તન્વીએ જાતે દવા પી લીધી હતી કે કેમ એ સવાલ ઉભો થયો છે.તન્વીની ફ્રેન્ડે તન્વીના મિત્ર પંકજ સામે જૂઠું બોલવાનો આક્ષેપ પણ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, તન્વીના મિત્ર પંકજે પોલીસને ગેરમાર્ગે દોરી છે. તેણે કહ્યું કે, રાત્રે સૂતા બાદ તન્વી સવારે જાગી જ નથી પણ વાસ્તવમાં તન્વીએ રાત્રે જ દવા પી લીધી હતી. સુરત પોલીસ આ કેસમાં તન્વીના મિત્ર પંકજની ધરપકડ કરે તેવી શક્યતા છે.