गुजरात
મુંદરાના રેસિડેન્ટ વિસ્તારમાં થતા આડેધડ વાહન પાર્કિંગ ની સમસ્યાથી સ્થાનિક પરેશાન

મુંદરા
રિપોર્ટર – છગનભાઈ પરમાર
તસ્વીર – ગોવિંદભાઈ ગોહિલ
મુંદરા વિસ્તાર એટલે કે એક ઉદ્યોગીક એકમ જ્યાં મુન્દ્રા ના સ્થાનિક લોકો થી વધુ પરપ્રાંતીય લોકો વસે છે જેમાં આદર્શ ટાવર ની બાજુમાં આવેલ આંબેડકરનગર ના ગેટ પાસે આડેધડ વાહન પાર્કિંગ અને તેની આડ માં ચાલતા દારૂ અને ગાંજા અને વરલી મટકા ના ધંધાઓથી ઘણા સમયથી ચાલી રહ્યા હતા જેની ખોટી અસર ત્યાં રહેતા લોકો માં અને યુવા પેઢી માં થઈ રહેલ હતી અને આ બધું તંત્ર દ્વારા આંખ આડા કાન કરવા થી ચાલતું હતું છેવટે ત્યાંના લોકો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવતા પાર્કિંગની સમસ્યાનું નિવારણ થતું ન હોવાથી સ્થાનિક લોકો ભય નું મોજું ફરી વળી યું હતું અને જોવાનું એ રહ્યું કે ત્યાં ચાલતા ખોટા ધંધા ઓ બંધ થશે કે કેમ તેવી ચર્ચા સ્થાનિક લોકો દ્વારા થઈ રહી છે