સુરત : પૂર્વ આઇટી અધિકારી PVS શર્માની મુશ્કેલી વધી, EDએ 2.70 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી

સુરતમાં નોટબંધી સમયે સુરતના એક જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનો ચૂનો લગાવામાં આવ્યો હતો. આ મામલે સુરતના ભાજપના આગેવાન ભૂતપૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્મા દ્વારા દેશના પીએમને ટ્વીટ કરીને જાણકારી આપી વિવાદમાં આવ્યા હતા. જે બાદ તેમની સામે આયકર વિભાગ દ્વારા દરોડા પાળ્યા બાદ મળી આવેલી મિલકતની તપાસમાં ઇડી સાથે જોડાઈને તપાસ કરતા અનેક કર ચોરી સામે આવતા પીવીએમ શર્મા સામે EDએ સંકજો કસ્યો છે. EDએ પીવીએમ શર્મા ફ્લેટ, શોપ, પ્લોટ અને FD સહિત 2.70 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી છે.
સુરતના એક જ્વેલર્સ પર ભૂતપૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીની રાત્રે 110 કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી નાખ્યાનો વિવાદ ચાલી રહ્યો છે. ટ્વિટર પર મની- લોન્ડરિંગનો આરોપ લગાવી ચર્ચામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના ટેક્સની ચોરી મામલે જાણકારી આપી ખુદ આઈટીની રડારમાં આવી ગયા હતા. જે બાદ શર્માના ઘરે ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 3 દિવસ ચાલેલી રેડમાં આઇકર વિભાગને મોટા પ્રમાણમાં કાળું નાંણુ અને કરોડો રૂપિયાનીની મિલકત મળી આવી હતી.