गुजरात

હવામાન વિભાગની આગાહી પડી સાચી, ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કડકડતી ઠંડી

હવામાન વિભાગ દ્વારા 2થી 4 જાન્યુઆરીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ આગાહીને આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કડકડતી ઠંડી સાથે વરસાદ ખબકતા લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે મોડીરાતે પંચમહાલ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. રવિવારે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અને ભરુચ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

આજે નહેલી સવારથી નવસારી જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. નવસારી જીલ્લાના વાંસદા અને ખેરગામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયાની ભીતિ સતાવી રહી છે. લોકોને કકડતી ઠંડી સાથે વરસાદી ઝાપટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. લોક મૂંજવણમાં મૂકાયા હતા કે, સ્વેટર પહેરવો રે રેઇનકોટ પહેરવો. લોકોએ સ્વેટર સાથે રેઇનકોટનો પણ સહારો લીધો હતો.

Related Articles

Back to top button
preload imagepreload image