ભાવનગર જિલ્લાના ખેડૂતો આકરા પાણી એ ભાવેણાનગરી (ભાવનગર) જગત તાત ડિજિટલ આંદોલન દ્વારા ઉપવાસ કરશે
અનિલ મકવાણા
ભાવનગર
રિપોર્ટર – હરીશ પવાર
સમિતિ ના જગતતાત યોદ્ધાઓ જે.કે.પટેલ દશરથસિંહ .કે.ગોહિલ તણસા રમણીક જાની , વાસુદેવ સિંહ બાડી પડવા ઘનશ્યામ સિંહ પડવા મહેન્દ્રસિંહ સરવૈયા બોરડી અશોકસિંહ સરવૈયા કામરોલ ભરત ખસીયા મગનભાઈ કિસાન સંઘ ભરતસિંહ વાળા જીગ્નેશ સિંહ સરવૈયા ગીરીશભાઈ પટેલ આ સર્વ ની આગેવાની હેઠળ ભાવનગર જિલ્લાના 30303 ઉપવાસી દરેક તાલુકા ના ગામોગામ થી ઉપવાસ કરશે ઘોઘા તાલુકાના ૪૫૪૩ ખેડૂતો એ નામ નોંધાવ્યા છે અને બીજા ભાવનગર ના નવ તાલુકા માંથી તાલુકા ના પાલીતાણા 3500 તળાજા 3845 મહુવા 4207 જેસર 2302 ભાવનગર 3205 ઉમરાળા 1625 વલભીપુર 2410 શિહોર 3555 ગારીયાધાર 1111 ખેડુતો એક દિવસ પ્રતિક ઉપવાસ સાથે ફેસબુક વોટ્સેપ ટિ્વટર અને ન્યુઝ પેપર તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા માં શક્તિ પ્રદર્શન કર્યું.જગતતાત દશરથસિંહ ગોહિલ તણસા વ્હાલા ખેડૂતભાઈઓ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ખેડૂત હેરાન પરેશાન છે કોરોનાના નીયમો વચ્ચે ખેડૂત ધારે તો પણ આંદોલન કરી શકે તેમ નથી કેમ કે 4 થી વધારે વ્યક્તિએ એકઠા થવા પર પ્રતિબંધ છે ત્યારે આવા કપરા સમયમાં ખેડૂતોનો અવાજ બનવા બધા જ ખેડૂત સંગઠનોએ સાથે મળી “જગતતાત ડિઝિટલ આંદોલન”
ના માધ્યમથી અત્યારના ડિઝિટલ યુગમાં ટીઝીટલ રણસિંગુ ફુક્યું જગતતાત ડિઝિટલ આંદોલનના ભાગ રૂપે પહેલા હજારો ખેડૂતો પોત પોતાના ઘરે કે ખેતરે બેસી ઉપવાસ કરી ફેસબુકના માધ્યમથી ખેડૂતોની વેદના વાચા આપવી
જગતતાત ડિજિટલ આંદોલન ની મુખ્ય ત્રણ માંગ
(1)પાકવિમા નું વળતર ચુકવો
(2) ખેડૂતો નું સંપૂર્ણ દેવું માફ કરો
(3) ખેડૂત આગેવાન પાલભાઈ ને ન્યાય
ભાવનગર જિલ્લાના જગતતાત યોદ્ધાઓ આજે એક દિવસ પ્રતિક ઉપવાસ સાથે ફેસબુક વોટ્સેપ ટિ્વટર અને ન્યુઝ પેપરમાં તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા માં શક્તિ પ્રદર્શન કરેશે જે અંગે ભાવનગર જિલ્લાના કિસાન એકતા સમિતિના મીડીયા સેલ ના મૂળશંકર જાળેલા દ્વારા જણાવેલ..