જૂનાગઢ : POSTએજન્ટે સામાન્ય પરિવારોને ચૂનો ચોપડ્યો, 35.89 લાખ રૂપિયા ઉઘરાવી જમા ન કરાવ્યા

રિપોર્ટર – વનરાજ ચૌહાણ
જૂનાગઢ : શહેરમાં ઠગ પોસ્ટ એજન્ટ પિતા-પુત્રએ અનેક ખાતા ધારકોનાં લાખો રૂપીયાનું ફુલેકું ફેરવી નાખ્યું છે. આ બંને ઠગ પિતા-પુત્ર પર આરોપ છે કે તેઓ સામાન્ય વર્ગના પરિવારના ખાતાં ધારકોએ બચત માટે આપેલા રૂપિયા પોસ્ટ ઓફીસમાં જમા કરાવતા નહોતા.ખાતાં ધારકોએ પોસ્ટ ઓફીસમાં રૂપિયા ઉપાડવા જતાં ખ્યાલ આવ્યો કે ખાતામાં રૂપિયા જમા થયા જ નથી પોતાના ખાતામાં રૂપિયા જમા નહીં થયા હોવાનો ખ્યાલ આવતાં ખાતાં ધારકોમાં ચિંતા. પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી છે. જોકે, આ મામલે હવે પોસ્ટ એજન્ટ ભરત પરમાર અને તેના પુત્ર તુષાર પરમાર સામે નોંધાઈ પોલીસ ફરીયાદ
ગઈકાલે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો એ પોસ્ટ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો અને પોતાની પાસે થી લાખો રૂપિયાનીની ઉઘરાણી કરી ભરત પરમાર ફરાર થઈ ગયો હોવાની રજૂઆત સુપ્રિટેન્ડન્ટને કરી હતી.