નખત્રાણાના કોટડા મા ખેડુતો માં રોષ ફાટ્યો, નખત્રાણાનું તંત્ર વીજ કંપનીના દલાલ છે કે શું ?
Anil Makwana

નખત્રાણા
રિપોર્ટર – કમલેશ નાકરાણી
જીલ્લો કચ્છ તાલુકા નખત્રાણા ના કોટડા ગામે પાવર ગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે 765 કિલો વોલ્ટ ની નવી લાઇન નાખવા બાબતે પોતાના માલિકીના ખેતર ની અંદર થી ખેડૂતો બાજુમાં વિકલ્પ હોવા છતાં કંપની ખેડૂતોના માલિકીના સર્વે નંબર માંથી લાઈન નાખવા માંગે છે
નખત્રાણાના કોટડામાં ખેડુતો માં રોષ ફાટ્યો,
આજરોજ પોલીસ પ્રોટેક્શન સાથે કંપનીના માણસો લાઇન નાખવા માટે આવ્યા હતા ત્યારે નખત્રાણા તાલુકાના કોટડા સાંઘ નાળા નખત્રાણા વગેરે ગામના ખેડૂતો મોટી સંખ્યામાં વીજલાઇન નાખતી કંપની નો વિરોધ કરવા માટે આવ્યા હતા નખત્રાણા તાલુકાના પ્રમુખ લખમશી ભાઈ પણ આ જ કોટડા જડોદર ગામના છે ખેડૂતો એવું ઇચ્છી રહ્યા છે કોઇપણ સંજોગો માં અમે અમારી માલિકીની જમીન માં વીજ થાંભલા અને વાયરો નાખવા નહીં દઈએ અમે અમારી માલિકીની જમીન અમારી આવનાર પેઢીન વીંધાયેલા હાલતમાં જમીન માતાને જોવા નથી માગતા તેવી રજૂઆત અને આક્રોશ ખેડૂતો ની અંદર જોવા મળ્યો હતો કંપની ની બાજુમાં વિકલ્પ હોવા છતાં કોઈપણ સંજોગોમાં ખેડૂતો પોતાની માલિકીની જમીન ના સર્વે નંબરમાં આ લાઇન પસાર થવા દેવા માગતા નથી પોલિસ અને ખેડૂતો વચ્ચે આ બાબતને લઈ ઘર્ષણ થતાં થતા રહી ગયું અને ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં પોલીસ અધિકારીને ફરી ના આવવા માટે જણાવી દીધું હતું