गुजरात
અમદાવાદમાં આજે સફાઇકર્મીઓ હડતાળ પર, ગઇકાલે સફાઇકર્મીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
અમદાવાદમાં આજે 17,000 કર્મીઓ કામથી અળગા રહેશે. બુધવારે અમદાવાદના બોડકદેવમાં આવેલી AMCની ઝોનલ ઓફિસમાં સફાઈ કર્મચારીએ ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનાથી રોષે ભરાયેલા નોકર મંડળ અને સફાઈકર્મી સંસ્થાએ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આજે વહેલી સવારથી બોડકદેવ ઝોનલ ઓફિસે સફાઈકર્મીઓ એકઠા થવાની શરૂઆત થઇ ગઇ છે. નવા પશ્ચિમ ઝોનના કર્મીઓને વારસાઈનો હક મળે તેવી માંગ અને અનેક રજૂઆત છતાંપણ કોઇ પગલા ન લેવાતા સફાઇકર્મીઓ રોષે ભરાયા છે.
શહેરના અન્ય ઝોનના કર્મચારીઓને જે વારસાઈ હક્ક મળે છે તે પશ્ચિમ ઝોનના કર્મીઓને નથી મળતો. વર્ષોથી સફાઈ કર્મીઓના આવાસના પ્રશ્નો છે તેનું નિરાકરણ હજુ સુધી નહિ આવતા સફાઈ કર્મીએ બુધવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.