गुजरात

અમદાવાદની ચેતવા જેવી ઘટના : ATMમાં મદદને બહાને આ રીતે છેતરી ગયો ગઠિયો, આવ્યો પસ્તાવવાનો વારો

અમદાવાદ : આધુનિક ટેકનોલોજીને કારણે અનેક લોકો અનેક પ્રકારની ઠગાઈનો ભોગ બની રહ્યા છે. આવો જ એક કિસ્સો ચાંદખેડના વૃદ્ધ સાથે બન્યો છે. તેઓ એટીએમ સેન્ટરમાં પૈસા કાઢવા ગયા ત્યારે 10 હજાર એક સાથે ન નિકળ્યા. જેથી ત્યાં સફેદ કપડામાં ઉભેલા શખશે મદદ કરવાના બહાને કાર્ડ બદલી 1.70 લાખની ઠગાઈ આચરી હતી. પાસબુક ભરાવતા આ વૃદ્ધને ઘટનાની જાણ થતા સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્યારે લોકોએ આ ઘટના પરથી એક શીખ મેળવવી જોઈએ કે, એટીએમ સેન્ટરમાં જઈને કોઈની મદદ લેવી જોઈએ નહીં, આ મદદ ભારે પડી શકે છે. શહેરના ચાંદખેડામાં રહેતા 79 વર્ષીય બીકનરાવ યેવલે રેલવે ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા છે. ગત 15મીના રોજ તેઓને નાણાંની જરૂર ઉભી થતા તેઓ એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટર પર ગયા હતા. તેઓએ એટીએમ કાર્ડ નાખીને 10 હજાર ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ પૈસા ઉપડયા ન હતા. જેથી બાજુમાં બેંકમાં જઈને તપાસ કરી હતી. બાદમાં તેઓ પરત એટીએમ સેન્ટરમાં આવ્યા ત્યારે ત્યાં સફેદ કપડામાં એક શખ્સ ઉભો હતો. તેણે મદદ કરવાના બહાને વાતચીત શરૂ કરી હતી.

Related Articles

Back to top button