गुजरात

હવે સરકારી સ્કૂલના બાળકો પણ બનશે ડિજિટલ, મળશે આ નવીનતમ સુવિધાઓ

અમદાવાદ: આવનારો સમય ડિજિટલ યુગનો છે. આ વિચારને હવે મોટા પાયે સ્વીકારવામાં આવી રહ્યો છે. અને આ વાતનું ઉત્તમ ઉદાહરણ આપણે કોરોના વાયરસના સંક્રમણ સમયે જ જોઈ લીધું. કોરોના કાળમાં શાળાઓ અને કોલેજો બંધ થઈ પણ અભ્યાસ અટક્યો નહિ અને તે ડીઝીટલ ટેકનોલોજીને આભારી છે. અને એટલે સરકારી શાળાના વિદ્યાર્થીઓ નવા યુગ સાથે કદમથી કદમ મિલાવી શકે તે માટે તેમાં સ્માર્ટ સ્કૂલમાં (Smart Class) બનાવાયા છે ગુગલ કલાસ. તો કેવા છે એ ટેકનોલોજીથી સજ્જ આ કલાસ અને આ કલાસ બાળકોને કેવી રીતે બનાવશે ડીઝીટલ તે જોવું પણ જરૂરી છે. હવેના દિવસોમાં બાળકોના હાથમાં પેન પેન્સિલ ને નોટબુક નહિ હોય. પરંતુ તેમના આંગળી ના ટેરવા દોડશે લેપટોપ અને ટેબ્લેટ પર.

જેને ધ્યાને રાખીને જ આ શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ હવે ટેબલેટના માધ્યમથી ભણાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ શાળાઓમાં ફ્યુચર ક્લાસ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ડિજિટલ બ્લેકબોર્ડની સાથે વિદ્યાર્થીઓને માટે ગૂગલન ક્રોમબુકની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related Articles

Back to top button