गुजरात

અંબાલાલ પટેલની આગાહી: અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ચાર દિવસ માવઠાની શક્યતા

આગામી દિવસોમાં બંગાળનાં ઉપસાગરમાં એક બાદ એક હવાનું પ્રેશર ઉભુ થાય તેવી શક્યતાઓ છે. તેમજ દેશનાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની અસર થાય તેવી સંભાવનાઓ છે. હાલમાં દેશનાં પશ્ચિમી વિસ્તારમાં વાતાવરણ ઠંડુ થતા આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ન્યુનત્મ તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

બંગાળનાં ઉપાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

પંચમહાલનાં કેટલાંક વિસ્તારો, ઉત્તર- મધ્ય ગુજરાતમાં, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને કેટલાંક ભાગમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે. તો કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે અષાઢ મહિના જેવો માહોલ સર્જાય તેવી પમ શક્યાઓ છે.

ગ્રહોની સ્થિતિ પ્રચંડ નાડીમાં હોવાથી તારીખ 18,19,20 અને 21 ઉપરાંત ડિસેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં પણ વિશિષ્ટ સ્થિતિનાં લીધે બંગાળનાં ઉપસાગરમાં થતા હવાનાં દબાણમાં ગુજરાત પ્રભાવિત થઇ શકે છે. આ વખતે ડિસેમ્બરની શરૂઆતમાં જ ભારે ઠંડી પડશે જ્યારે અંતનાં દિવસોમાં એટલે કે 22 ડિસેમ્બર બાદ દેશનાં ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે. જેને લઇને ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં પણ ફરી વળે તેવી પ્રબળ આશંકાઓ છે.

Related Articles

Back to top button