गुजरात

દહેગામ તાલુકા વિકાસ અધિકારી આર.એન.રાજપૂતને જવાબદારી નું ભાન કરાવતા – જાગૃત નાગરિક યોગેન્દ્ર રાઠોડ

Anil Makwana

દહેગામ

દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એન.રાજપૂતે જાગૃત નાગરિક યોગેન્દ્ર રાઠોડ ને ધમકી આપતા જાગૃત નાગરિકે તેઓને જવાબદારી નું ભાન કરાવી યાદ અપાવ્યું કે તેઓ સરકારી નોકર છે પ્રજા ના બાપ નહિ

દહેગામ તાલુકા વિકાસ અધિકારી આર.એન.રાજપૂત માસ્ક વગર નજરે પડ્યા. શુ ? દહેગામ પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવશે જોવાનું બાકી રહ્યું

જાગૃત નાગરિક યોગેન્દ્ર રાઠોડ દ્વારા પાલૈયા ગામ થી બાયડ ચાર રસ્તા સુધી આવેલ હાઇવે ઉપર સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરવા અંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયને લેખિતમાં રજૂઆત કરેલ ત્યારબાદ પરિણામ ન મળતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના કાર્યાલયનો સંપર્ક કરતા તેઓશ્રીના કાર્યાલયએ જણાવેલ કે આપશ્રી રૂબરૂ જઇને તાલુકા વિકાસ અધિકારી દહેગામ ને મળો ત્યારબાદ જાગૃત નાગરિક યોગેન્દ્ર રાઠોડ રૂબરૂ મુલાકાત માટે ગયેલ પરંતુ તાલુકા વિકાસ અધિકારી સરકારશ્રીએ નકકી કરેલ રિષેશ ના સમય સિવાયના સમયમાં જમવા બેઠા હતા. છતાં પણ અરજદારે માનવતા દાખવીને અંદાજિત દોઢ કલાક જેવી રાહ જોયા પછી તાલુકા વિકાસ અધિકારીને મોબાઇલ ઉપર સંપર્ક કરતા તેઓ નાગરિક ને ચેમ્બર માં બોલવી કહેલ કે તમે કેમ કોલ કરો છો અને ધમકી આપેલ કે મારી ચેમ્બરમાં આવું નહિ અને તમે નીકળી જાવ ત્યારે નાગરિકે કહેલ કે આ ચેમ્બર સરકારશ્રી નું છે ત્યાંથી આદેશ લઈને આવો કે અરજદારે આવું નહિ અને ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ તેઓ પાસે ટેબલ ઉપર પડેલ સામાન નીચે ફેંકીને અરજદારશ્રી ને ભયભીત કરવાનો પ્રયાસ કરેલ પરંતુ અરજદારશ્રીએ પણ વીડિયો ઉતારેલ ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ બોલવાની ધમકી આપેલ તો અરજદારશ્રીએ જણાવેલ કે પોલીસ બોલવો હું તમારી વિરુદ્ધ ફરિયાદ કરીશ
ત્યારબાદ પોલીસ પણ સ્થળ ઉપર આવી ગયેલ અને નાગરિકે કલેટરશ્રીને અને જિલ્લા વિકાસ અધિકારીના કાર્યાલયએ તાત્કાલિક ટેલીફોનીક ફરિયાદ કરેલ અંતે તાલુકા વિકાસ અધિકારી ને ખબર પડેલ કે નાગરીક પણ કાયદા કાનૂન અને સરકારી નીતિ નિયમો ના જાણકાર છે અને તાલુકા વિકાસ અધિકારીને ભૂલનું ભાન થતા મામલો થાળે પડ્યો. બંધ સ્ટ્રીટ લાઇટ વાળા વિસ્તારમાં અસમાજીક પ્રવુતિઓ ખૂબ જ વધી ગયેલ છે અને મહિલાઓ પણ સુરક્ષિત નથી ત્યારે મહિલા અધિકારી આ રીતે વર્તન કરે એ રાજ્ય સરકાર માટે ખૂબ જ શર્મજનક અને ગંભીર બાબત છે આવા બેદરકાર અઘિકારીઓ સામે સરકારશ્રી એ કડક કાર્યવાહી કરીને પ્રજાને સંદેશ આપવો જોઈએ કે અઘિકારીઓ પ્રજાની સેવા માટે છે

 

Related Articles

Back to top button