ભરૂચ : આમોદ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનુલક્ષી ભાજપ પેજ સમિતિની બેઠક મળી..
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે સ્વામી ગુરુકુળ ખાતે તાલુકા તેમજ શહેરનાં પેજ સમિતિનાં હોદેદ્દારોની એક બેઠક ખાતે મળી હતી, આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી..
આ બેઠકમાં ભરૂચ જિલ્લા પ્રભારી તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાણાની તેમજ પ્રફુલ પાંચેરીયા,માજી મંત્રી છત્રસિંહ મોરી,જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ડી, કે, સ્વામી, તાલુકાના પ્રમુખ વિમલભાઈ, શહેર પ્રમુખ મહેશભાઈ સાહ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, ભાજપ પેજ સમિતિનાં કાર્યક્રમમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો.જેમાં આમોદ નગરપાલિકા ના માજી પ્રમુખ આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા. અને તે સિવાય બીજા કેટલાક કાર્યકર્તાઓ આજ રોજ આમોદ સ્વામી ગુરુકુળ ખાતે ભારતીય જનતા પાર્ટી મા જોડાયા હતા. ભાજપમાં જોડાતા કાર્યકરો નુ ઉત્સાહ ભેર સ્વાગત કરવામાં આવ્યું તેમજ મંત્રી કુમાણ કાણાનીએ તેઓને ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યા હતા..