गुजरात

અમદાવાદમાં જગન્નાથની 144મી રથયાત્રા: આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ અને મહાઆરતી

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. એટલે કે ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો વગરની રથયાત્રાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે. ત્યારે મંદિર તરફથી પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમાસના દિવસે એટલે કે શનિવારે આજે જમાલપુર સ્થિત  મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવાાં આવી રહી છે. આ વિધિમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે.

ભાજપનાં અધ્યક્ષ પાટીલ પણ રહેશે હાજર

આ વર્ષે કોરોનાના મહામારીને કારણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કોવિડ ગાઈડલાઇન સાથે મર્યાદિત ભક્તો અને આમંત્રિતો સાથે કરવામાં આવશે. જેમાં શનિવારે સવારે 6 વાગે ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ સવારે 8 વાગે નેત્રોત્સવ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નેત્રોત્સવ વિધિ બાદ 9.30 કલાકે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન છે. તેમજ 10.30 વાગે મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર.પાટીલ પણ હાજર રહેવાના છે.

Related Articles

Back to top button