गुजरात

બોટાદ જિલ્લાના રાણપૂર તાલુકાના પાટણા ગામ થી સાળંગપુર ગામ વચ્ચે આવેલ રોડ ગેરન્ટી પીરીયડ પૂરો થતાં પહેલાજ બન્યો હતો બિસ્માર, લોકોને પડી રહી છે ભારે હાલાકી..

Anil Makwana

રાણપૂર

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

સરકાર શ્રી દ્વારા તેમજ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટણા થી સાળંગપુર ગામ ને જોડતો બનેલ રોડ નું કામ ખરાબ હાલતમાં છે લોકોના અવર-જવર માટે તેમજ વાહનચાલકો માટે સુવિધા વધારવા માટે આ રોડનું નિર્માણ થયું હતું પરંતુ પાંચ વર્ષ સુધી સારી સ્થિતિમાં રહેવા માટે સરકાર શ્રી દ્વારાં કરવામાં આવેલ લાખો નો ખર્ચ માત્ર થોડા મહિનામાં પાણીમાં મળી ગયો છે આજે અઢી વર્ષ પછી રોડ પર વાહન ચાલી ન શકે તેવા માત્ર મસ મોટાગાબડાં શિવાય રોડ પર કઈ જોવા મળતું નથી આ રોડ ની બત્તર હાલત હોય લોકોને અવર-જવર માટે તેમજ વાહન વ્યવહાર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે

ત્યારે સુવિધાને બદલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ પરથી પસાર થતા વાહનો ને વારંવાર અકસ્માત નડે છે બાઇકો પલટી ખાઈ જાય છે ત્યારે સરકારશ્રીની સુવિધા વધારવાની હોય તેના બદલે આ ખરાબ રોડના કારણે બન્ને ગામનાં સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે હવે જોવાનું એ રહે છે કે ખરાબ રોડ નું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓ પર ભ્રષ્ટ કામગીરી બદલ કાર્યવાહી કરવામાં આવશે ?? જોબ પર એજન્સી પર તવાઈ બોલાવી બ્લેક લિસ્ટ કરવામાં આવશે કે પછી ખિસ્સા ગરમ કરી નાખવામાં આવશે તે જોવું રહ્યું…

Related Articles

Back to top button