આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફેંકી દીધી | faridabad moving car assault case survivor injuries fracture

![]()
Faridabad News: હરિયાણાના ફરિદાબાદમાં એક વેનમાં 25 વર્ષીય પરણિત મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તેણે પ્રતિકાર કર્યો તો તેને એટલી ક્રૂરતાથી માર મારવામાં આવ્યો કે તેની આંખની કીકી પણ ભાંગી ગઈ. ચાલુ વેનમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપીઓની ક્રૂરતા ત્યાં ન અટકી અને મહિલાને 90ની સ્પીડે ચાલી રહેલી વેનમાંથી રોડ પર ફેંકીને ગુનેગારો ભાગી ગયા હતા. બે શખ્સોએ આ મહિલાને પોતાના વાહનમાં લિફ્ટ આપી હતી બાદમાં ચાલુ વાહને જ રેપને અંજામ આપ્યો હતો. પીડિતા હાલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. પીડિતાને અનેક ફેક્ચર અને ગંભીર ઈજા માટે સારવાર અપાઈ રહી છે. પીડિતા હાલ નિવેદન પણ નથી આપી શકતી. બે આરોપીઓ જે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે, જેમની બુધવારે ધરપકડ કરાઈ હતી. હાલ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે.
ઇકોમાં લિફ્ટ આપી બાદમાં ત્રણ કલાક સુધી ફેરવતા રહ્યા અને ગેંગરેપ કર્યો
આ સમગ્ર ગુનાને ગુરુગ્રામ-ફરિદાબાદ રોડ પર અંજામ આપવામાં આવ્યો હતો. રાત્રે મહિલાને ઘરે ઝઘડો થયો હતો જેથી પોતાની મિત્રને ત્યાં જવા નીકળી હતી, બાદમાં રાત્રે ઘરે પરત ફરી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સો ઇકો વેન લઇને પહોંચ્યા અને લિફ્ટ આપી. મહિલાએ વિશ્વાસ કરી લીધો અને વેનમાં બેસી ગઇ. બાદમાં ત્રણ કલાક સુધી વેનમાં તેને ફેરવતા રહ્યા, આ દરમિયાન બન્ને શખ્સો દ્વારા મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો.
ગુનેગારોએ વેનને પીડિતાના ઘર તરફ લઇ જવાના બદલે ગુરુગ્રામ રોડ તરફ વાળી લીધી, પીડિતાને માર પણ મારવામાં આવ્યો. નરાધમો પુરી રાત પીડિતાને વેનમાં ફેરવતા રહ્યા અને દુષ્કર્મ આચરતા રહ્યા. બાદમાં મહિલાને ફરિદાબાદના રાજા ચોક વિસ્તારમાં ચાલુ વાહને ફેંકી દેવાઇ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર જ્યારે મહિલાને વાહનમાંથી ફેંકવામાં આવી ત્યારે તે વાહનની સ્પીડ પ્રતિ કલાક 90 કિમીની હતી. જેને પગલે મહિલાને 12 જેટલા ટાકા આવ્યા, શરીરમાં અનેક અંગોએ ફ્રેક્ચર થયું અને હાલ અત્યંત ગંભીર સ્થિતિમાં સારવાર લઇ રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે મહિલાની સ્થિતિ એટલી કથળેલી છે કે તે કઇ બોલી શકે તેવી અવસ્થામાં નથી. પોલીસે હાલ બન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને બન્નેએ પોતાનો ગુનો પણ કબુલ કરી લીધો છે. જે વેનમાં દુષ્કર્મને અંજામ અપાયો તેને પણ જપ્ત કરી લેવાઇ છે. પીડિતા ભાનમાં આવે તે બાદ બન્ને આરોપીઓની તેની સામે પરેડ કરાવવામાં આવશે, ઓળખ થઇ ગયા બાદ બન્ને આરોપીઓની વધુ વિગતો જાહેર કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.
પીડિતાને આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચી
પીડિતા હાલમાં ખતરાની બહાર છે, પરંતુ ડોકટરો કહે છે કે તેને ગંભીર ઈજાઓ થઈ છે. ડોક્ટરો અને પોલીસના જણાવ્યા અનુસાર, ચહેરાના હાડકાં તૂટેલા છે અને ખભાનું હાડકું ખસી ગયું છે. તેનો ચહેરો સોજો આવી ગયો છે અને તેની આંખનું હાડકું ફ્રેક્ચર થયું છે. તેની સર્જરી કરાવવામાં આવશે. ચહેરા પર બે ઊંડા ઘા છે જેને 20 થી વધુ ટાંકા લેવાની જરૂર છે.
ઓછી અવર-જવરના કારણે પીડિતા લાચાર રહી
કારમાં ફસાયેલી ગેંગરેપ પીડિતા મદદ માટે ગુહાર લગાવતી રહી. જોકે, ઠંડી અને ધુમ્મસને કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હતો, તેથી તેની ચીસો સંભળાતી નહોતી. જ્યારે તેને ચાલતી વેનમાંથી ફેંકી દેવામાં આવી, ત્યારે તેને તેની બહેનને ફોન કરીને આખી ઘટના જણાવી. ત્યારબાદ તેની બહેન ઘટનાસ્થળે પહોંચી અને તેને બાદશાહ ખાન સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ. તેને ગંભીર ઇજાઓ થવાને કારણે હોસ્પિટલે તેને સારવાર માટે દિલ્હી લઈ જવાની ભલામણ કરી. જોકે, બાદમાં તેને ફરિદાબાદની બીજી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
મહિલાને તેની માતા સાથે ઝઘડો થયા બાદ બહાર ગઈ હતી
પીડિતાનો તેની માતા સાથે ઝઘડો થયો. ત્યારબાદ, તે તેના મિત્રના ઘરે ગઈ હતી. જ્યારે તે તેના મિત્રના ઘરેથી પરત ફરી રહી હતી, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તેને પરિવહનનું કોઈ વાહન મળ્યું નહીં. તે રસ્તા પર રાહ જોઈ રહી હતી ત્યારે એક કાર આવી. કારમાં બે છોકરાઓ હતા. તેઓએ તેણીને ઘરે જવા માટે લિફ્ટ આપી. ત્યારબાદ પીડિતા કારમાં બેસી ગઈ. ત્યારબાદ તે નરાધમો કારને ફરિદાબાદ-ગુરુગ્રામ રૂટ પર લઈ ગયા. તેઓએ મહિલાને ત્રણથી ચાર કલાક સુધી ફેરવી અને પછી તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેને ચાલતી કારમાંથી ફેંકી દીધી અને ભાગી ગયા.



