ભુજ, નખત્રાણા, રાપર, સામખિયાળી અને મુંદરાના કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવાનો વાયદો કરી આ તમામ પાસેથી કુલ રૂા. 18,00,000 ની થઈ ઠગાઈ
કચ્છ
કચ્છ
ભુજ, નખત્રાણા, રાપર, સામખિયાળી અને મુંદરાના કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવાનો વાયદો કરી આ તમામ પાસેથી કુલ રૂા. 18,00,000 મેળવી રકમ પરત ન આપતાં તેમજ કોન્ટ્રાક્ટ પણ ન આપતાં અમદાવાદના એક શખ્સ વિરુદ્ધ વિશ્વાસઘાત, ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. અમદાવાદની ધ રીલ એન્ટરટેઇનમેન્ટ (હિપસ્ટાર મીડિયા) એ-232 પ્લેટીનિયમ, પ્લાઝા, બોડકદેવના હિરેન ઉર્ફે યશ વીજેન્દ્ર વૈદ્ય વિરુદ્ધ થોડા દિવસ પહેલાં માંડવી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઇ હતી.’ જ્યાં કરુણાશંકર શિવજી જોશીએ આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.આ શખ્સે ત્યાં પણ કેટરર્સ, વાહનો ભાડે રાખવા, વીડિયોગ્રાફી, ફોટોગ્રાફીનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી આ ફરિયાદી તથા અન્યો પાસેથી રૂા. 13,50,000 મેળવી તેમની સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. જે-તે’ વખતે જિલ્લામાં અન્ય ફરિયાદો’ થવાની ધારણા વ્યકત કરાઇ હતી,’ જે આજે સાચી ઠરી હતી.શહેરની ઇમ્પાયર હોટેલ સામે કેટરર્સનો વ્યવસાય કરતા પરેશ અશોક હરિભાઇ નિમ્બાર્કે આજે આ શખ્સ યશ વૈદ્ય વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમને બનાસકાંઠાના તેમના મિત્ર બકા ઠક્કરે ફોન કરી અમદાવાદની કંપનીને સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, સંડાશ-બાથરૂમના બાંધકામનો ઠેકો મળ્યો છે તેમ કહી કામ અર્થે આવનારા તેમના માણસોને ફૂડ અંગેનો કોન્ટ્રાક્ટ આપવાનો છે અને ભાવ પણ વાજબી હોવાનું કહેતાં આ ફરિયાદીએ આ વાતમાં રસ દાખવ્યો હતો.બાદમાં આરોપી યશ વૈદ્ય અહીં આવ્યો હતો અને તેણે આ ફરિયાદી સાથે ફૂડ સપ્લાય કરવા અંગેનો કોન્ટ્રાક્ટ કર્યો હતો અને ફૂડ પેકિંગ માટે મશીન અને મટિરીયલ અમે આપશું, તે માટે તમારે કુલ રૂા. 4,50,000 આપવા પડશે તેવી વાત કરી હતી. અને ભુજ, નખત્રાણા, અંજાર, સામખિયાળી, રાપર, મુંદરા માટે કોન્ટ્રાક્ટ રાખવાની વાત કરી હતી. જેથી ફરિયાદીએ પોતાના ઓળખીતા ભરત જયંતી પડિયા, પરેશ કીર્તિ રામાણી, અમિત રમેશ ઠક્કર, મેઘરાજ ડોસાભાઇ ટાપરિયાને આ વાત કરતાં તેઓ પણ આવો કોન્ટ્રાક્ટ લેવા સહમત થયા હતા.પોલીસે જણાવ્યું હતું કે, આ તમામ લોકોએ મળીને આરોપી હિરેન ઉર્ફે યશ વીજેન્દ્ર વૈદ્યને રૂા. 18,00,000 આપ્યા હતા. બાદમાં આ શખ્સે મશીન કે મટિરીયલ ન મોકલાવી તથા આ કેટરર્સના સંચાલકોએ આપેલા પૈસા પણ પરત ન આપતાં આજે તેના વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.