गुजरात
ભારતીય જનતા પાર્ટી આમોદ તાલુકાના પ્રમુખ વિમલભાઈ પટેલને આમોદ તાલુકાના હોદ્દેદારોએ પેજ સમિતી ની યાદી સુપ્રત કરી..
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદ તાલુકામાં આજ રોજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એ આમોદ તાલુકાના પ્રમુખ ને પેજ સમિતી ની યાદી સોંપવામાં આવી. હાલ ઠેરઠેર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબ ના આદેશ થી ગુજરાત ભરમાં કાર્યકર્તાઓ પેજ સમિતિ બનાવવાની તૈયારીઓ માં લાગી ગયા છે. જ્યારે આજ રોજ આમોદ તાલુકા પણ મા પેજ સમિતી ની યાદી સોંપવામાં આવી જેમાં ઉપસ્થિત, નાહીયેર ગુરુકુળ ના સ્વામી શ્રી ડી. કે. સ્વામીજી,આમોદ તાલુકા પંચાયત પ્રમુખ પતિ સંજયસિંહ રાજ,મહામંત્રી દીપકભાઈ ચૌહાણ, ડોક્ટર રાઉલજી, ન્યાય સમિતિ ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ, તાલુકા મંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે આજ રોજ તેમની પેજ સમિતિ ની યાદી આમોદ તાલુકા પ્રમુખ ને સોંપી હતી..