गुजरात

અમદાવાદ : વેપારીને દુકાન રેઢી મૂકી 15 મિનિટ બહાર જવું ભારે પડ્યું, 1.40 લાખની ચોરી

અમદાવાદ: શહેરના નરોડામાં દુકાન ધરાવતા એક વેપારીએ કોમ્પ્લેક્સનાં લોકોને મેઇન્ટનન્સ ચૂકવ્યા બાદ તેઓ બાજુની દુકાનમાં પૂછપરછ કરવા ગયા હતા. 15 મિનિટ રહીને આવ્યા બાદમાં બપોરે તેઓને બેંકમાં પૈસા ભરવા જવાનું હતું. જેથી ડ્રોઅર માં જોયું તો 1.40 લાખ રૂપિયા ગાયબ હતા. બાજુના મોલમાં લાગેલા સીસીટીવી જોતા અજાણી વ્યક્તિ દુકાનમાં ઘૂસતી દેખાઈ હતી. જેથી પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મેઘાણીનગર માં એક વેપારીને ગાડીનું ટાયર બદલવું 15 હજારમાં પડ્યું હતું. અજાણ્યા લોકો નજર ચૂકવી 15 હજાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે વધુ એક બનાવ બનતા વેપારીઓની સુરક્ષા રામભરોસે હોવાનું મનાય રહ્યું છે.

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા અંકિત ભાઈ પટેલ નરોડામાં વિઠ્ઠલ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં સારથી ટાયર એન્ડ બેટરી નામની દુકાન ધરાવે છે. તેમની આ દુકાન એકાદ વર્ષથી ભાડે લીધેલી છે. આ દુકાન ઉપર તેઓ તથા તેમના ભાઈના દીકરા બેસે છે અને વેપાર કરે છે. ગત 3 ડિસેમ્બરના રોજ સવારે તેઓ દુકાને આવ્યા હતા. બાદમાં તેમનો ભત્રીજો 11 વાગે ઘરે જમવા માટે ગયો હતો. તે દરમિયાન અંકિત ભાઈ દુકાને હાજર હતા. ત્યારે બપોરે એક વાગ્યાની આસપાસ કોમ્પ્લેક્સના માણસો મેઇન્ટેનન્સ માટે પૈસા ઉઘરાવવા આવ્યા હતા અને આ લોકો મેઇન્ટેનન્સ ઉઘરાવી પરત જતા રહ્યા હતા.

Related Articles

Back to top button