गुजरात

દાહોદનાં ડે. કલેક્ટર અને ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

ગુજરાતમાં કોરોના સંક્રમણ અને મોતના આંકડા વધી રહ્યાં છે ત્યારે બે દુખદ સમાચાર સામે આવ્યાં છે. દાહોદનાં ડેપ્યુટી કલેક્ટર દિનેશ હડિયલનું તથા ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજ જી. આર. ઊંઘવાણીનું કરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.

નોંધનીય છે કે, 16 દિવસ પહેલા દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જસ્ટિસ જી. આર. ઊંઘવાણી, જસ્ટિસ એ.સી. રાવ અને જસ્ટિસ આર. એમ. સરીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ પણ રજિસ્ટ્રીના સંખ્યાબંધ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટને માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી હતી.

જી. આર. ઊંઘવાણીનો 25મી નવેમ્બર, 1961ના રોજ જન્મ થયો હતો. જે બાદ 1983માં બી,કોમની ડિગ્રી નવગુજરાત મહાવિદ્યાલય, અમદાવાદમાંથી મેળવી હતી. જેના ત્રણ વર્ષ બાદ તેમણે કાયદાની ડિગ્રી મેળવી હતી.

Related Articles

Back to top button