જૂનાગઢ : કન્યાને લગ્નના દિવસે જ આવ્યું ‘સરકારી તેડું’, પહેલાં ડોક્યુમેન્ટ ચેક કરાવ્યા પછી ફર્યા ફેરા
જૂનાગઢ : લગ્નના દિવસે મતદાન કરતા વર-કન્યાના પ્રસંગો હવે ખૂબ સામાન્ય બની ગયા છે. લગ્નના દિવસે નાગરિક તરીકેની ફરજ અદા કરતા અનેક વરઘોડિયા જોવા મળે છે પરંતુ લગ્નના દિવસે જ નોકરી બાબતે જવાનું થાય તો મોટા ભાગે યુવક-યવુતી ન જાય એવું પણ બને. જોકે, સરકારી નોકરી જીવનમાં એક વખત જ મળતી હોય છે અને તેના માટે જ લગ્નના દિવસે પણ તેના માટે જવું અનિવાર્ય બની જતું હોય છે. આવો જ એક પ્રસંગ જૂનાગઢમાં બન્યો હતો જ્યાં એક કન્યાને લગ્નના દિવસે જ સરાકારી તેડું આવ્યું હતું. સંજોગોવસાત લગ્નનો દિવસ અને સરકારી નોકરીની ભરતી પ્રક્રિયાની કામગીરીનો દિવસ એક જ હતો જેથી કન્યાએ પહેલાં સરકારી કામ કર્યુ બાદમાં ચોરીમાં ફેરા ફર્યા હતા.
રાજ્ય ના શિક્ષણ વિભાગ ઘ્વારા સરકારી માઘ્યમિક શાળામાં ખાલી પડેલ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત આપી ઓનલાઈન ભરતી ની કાર્યવાહી હાથ ઘરવામા આવેલ હતી જેના ભાગ રુપે જે ઉમેદવારો એ અરજી કરેલ છે તેમને મેરીટના ધોરણે તેમની લાયકાતના પ્રમાણપત્ર નું રુબરુ ચકાસણી માટે જિલ્લા કક્ષાએ બોલાવવામા આવ્યા હતા. જેમાં જૂનાગઢના એક નવવધુનું નામ પણ લિસ્ટમાં શામેલ હતું. જોકે, તેમને લગ્નનો દિવસ હોવાથી કોઈ અગવડ ન પડે તે માટે સરકારી તંત્ર મદદ કરી હતી અને તેમનું કામ સુપેરે પાર પડ્યું હતું.
ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે ચોરીના ફેરા ફરતા પહેલા જુનાગઢનાં એક ઉમેદવાર અપેક્ષાબેન હદવાણી ગણિત -વિજ્ઞાન વિષયના ઉમેદવાર બની પોતાની લાયકાતના પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે હાજર રહ્યા હતા. આ સમયે પ્રભુતામાં પગલા પાડનાર ઉમેદવાર ને પુરા સન્માન સાથે બેઠક વ્યવસ્થા કરી આપી હતી. રાજ્ય સરકાર ના પારદર્શક વહિવટ ને સફળ બનાવવા જિલ્લા ની ટીમ પ્રયાસના પ્રયાસ ની સરાહના કરવામાં આવી રહી છે.