गुजरात

અમદાવાદ : વગર ડિગ્રીએ બની બેઠેલા ડૉક્ટરની થઇ ધરપકડ, એલોપેથી ક્લિનિક ચલાવીને કરતો હતો છેતરપિંડી

અમદાવાદના ગ્રામ્ય એસઓજીએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી ગ્રામીણ વિસ્તારમાં ખોટી રીતે પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો. ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે, આરોપી ખોટી રીતે એલોપેથિક ક્લિનિક ચલાવી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે. તે માહિતીના આધારે, પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી છે.

પોલીસને માહિતી મળી હતી કે, વિઠલાપુર ચાર રસ્તા પાસે આવેલા મેહતા કોમ્પલેક્ષમાં એક વ્યક્તિ ડિગ્રી વગર પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો છે, તે માહિતી બાદ પોલીસ ત્યાં પહોંચી અને કાર્ય શરૂ કરી અને એક આરોપી સીરસ કુમાર અખાણીની ધરપકડ કરી છે.

આરોપી હાલમાં માંડલ ખાતે રહેતો હતો અને મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે. આરોપી પાસેથી એલોપેથિક દવાનો જથ્થો અને મેડીકલ પ્રેક્ટિસના સાધનો કબજે કરવામાં આવ્યા છે. આરોપી સામે ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટ 1963 કલમ 30 મુજબ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Related Articles

Back to top button