गुजरात

મોરબીમાં વેપારી પર હિચકારો હુમલો, થોડા દિવસ પૂર્વે રાજકોટમાં હનીટ્રેપનો બન્યો હતો ભોગ

મોરબી: મોરબી ના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડમાં એક વ્યક્તિ પર હિચકારો હુમલો (Attack) થયો છે. જેમાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં હૉસ્પિટલ (Hospital) ખસેડેવામાં આવ્યો છે. વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ વધારે સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ વ્યક્તિ થોડા દિવસ પહેલા રાજકોટ ખાતે હિનટ્રેપનો ભોગ બન્યો હતો. આ કેસમાં એક મહિલા એએસઆઈ પણ સસ્પેન્ડ થયા હતા. મહિલા એએસઆઈને વેપારીને પોલીસ મથકે બોલાવીને ધમકાવ્યો હતો. રાજકોટ હનીટ્રેપ કેસમાં મહિલા એએસઆઈની સંડોવણી ખુલતા આ કેસે જે તે સમયે ખૂબ ચર્ચા જગાવી હતી.

બનાવની વિગતે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ નજીક ગાંઠિયાનો ધંધો કરતા સંજય નામના વ્યક્તિ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે. હુમલામાં વેપારી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ બનાવ મામલે ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે. જે વ્યક્તિ પર હુમલો થયો છે તેઓ થોડા દિવસ પહેલા રાજકોટમાં હનીટ્રેપનો શિકાર બન્યા હતા. આ કેસમાં એક મહિલા ASIને સસ્પેન્ડ કરાયા હતા તેમજ જીઆરડીના પાંચ જવાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

Related Articles

Back to top button