गुजरात

સુરતમાં રૂવાંટા ઊભા કરે તેવી ઘટના: સવા વર્ષની દીકરીને ઝેર આપ્યા બાદ માતાનો આપઘાત

સુરત: કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણી ભલ ભલા લોકોના રુંવાટા ઉભા થઇ જાય. પરિવારમાં ચાલતા પારિવારિક ઝગડાને લઇને એક માતાએ આવેશમાં આવીને પોતાની સવા વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવીને જાતે પણ ઝેરી દવા ગટગટાવી ગયા હતા. જોકે બાળકીના મોત બાદ માતાનું પણ મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વેડ રોડ પર પંડોળ પાસે સંત જલારામ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય આરતીબેન ઉર્ફે અર્પિતાબેન હિતેન્દ્રભાઈ પ્રજાપતિએ ગઈકાલે બપોરે વેડરોડ અખંડ આનંદ કોલેજની પાછળ રમણનગરમાં પિયરમાં ટીમની સવા વર્ષની પુત્રી નિષ્ઠા ઝેરી દવા પીવડાવી હતી, બાદમાં આરતીબેનએ જાતે ઝેરી દવા ગટગટાવી ગયા હતા.

આ બનાવની જાણકારી મળતા પરિવાર તાતકાલિક માતા અને પુત્રીને સારવાર માટે નજીકી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બાળકીનું કરુંણ મોત થઈ ગયું હતું, જ્યારે સારવાર દરમિયાન મોડી રાત્રે આરતીબેનનું પણ કરુણ મોત નીપજયું હતું. પ્રજાપતિ પરિવારની એકની એક લાડકવાઈ માસુમ બાળકી અને આરતીબેનના મોતને લીધે પરિવારજનો પર આભ તૂટી પડયું હતું અને પ્રજાપતિ સમાજના વ્યક્તિઓમાં માતમ છવાઇ ગયો હતો.

Related Articles

Back to top button