અમદાવાદ : લગ્નસરામાં શેરવાનીના શોરૂમમાં ચોરી, કર્મચારીએ 1.62 લાખ ચોર્યા પણ CCTVમાં ઝડપાઈ ગયો
અમદાવાદ: કોરોના ના કારણે આ વખતે લગ્નની સિઝન સાથે સંકળાયેલા તમામ વેપાર ધંધા કરનાર લોકો મંદીમાં સપડાયા છે. ત્યારે માંડ માંડ કમાણી કરનાર એક શો રૂમમાં તેનો જ કર્મચારી કમાણીના તમામ પૈસા લઈ ફરાર થઈ ગયો હતો. લગ્નની સિઝનમાં જ શૂટ શેરવાની ના શો રૂમ માં ચોરી કરનાર કર્મચારી સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બ્રેક ટાઈમ માં કર્મચારીઓ શોરૂમમાં આઘા પાછા થતા આ કર્મચારીએ કેશ કાઉન્ટર માંથી 1.62 લાખ રૂપિયા ચોરી લીધા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા નવરંગપુરા પોલીસે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.
વસ્ત્રાપુર માં રહેતા ગૌરાંગભાઈ ગાળીયા સીજી રોડ પર શુટ શેરવાની ભાડે આપવાનો ધંધો કરે છે. હાલ કોરોના ને કારણે સરકારે લગ્ન માટે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેના કારણે સિઝન ઠપ જોવા મળી રહી છે. માંડ માંડ થોડી ઘણી કમાણી હાલ આ વેપારીઓને થઈ રહી છે. ત્યારે આ શોરૂમના વેપારી ના ત્યાં કામ કરતા એક કર્મચારીએ કેશ કાઉન્ટરમાંથી 1.62 લાખ ચોરી લીધા હતા.
આજે બપોરે બ્રેક ટાઈમ પડ્યો ત્યારે કર્મચારીઓ આઘા પાછા થયા હતા. અને ત્યારે જ અહીં કામ કરતા જીગર પરમારે તે તકનો લાભ ઉઠાવી કેશ કાઉન્ટર પાસે આવ્યો હતો. આસપાસ જોઈને તેણે ગણતરીની મિનિટમાં કેશ કાઉન્ટરની ચાવી લઈ ડ્રોઅર ખોલી તેમાંથી 1.62 લાખ ચોરી લીધા હતા. અન્ય સ્ટાફ મેમ્બર આવી જતા તે ફોન લેતો હોવાનું જણાવી ત્યાંથી ભાગી ગયો હતો.
આ પણ વાંચો : અમદાવાદ : ફરી જાહેરમાં તલવારથી કેક કાપવાનો Video વાયરલ થયો, પોલીસે 8 નબીરાને ઝડપી પાડ્યાઆખરે સીસીટીવી કેમેરા તપાસતા ચોરીની ઘટના સામે આવતા પોલીસને જાણ કરાઈ હતી. નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી કેમેરા આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે જે નાણાં ચોરી થયા હતા તે ગ્રાહકોએ શૂટ શેરવાની ભાડે લીધા હતા તેની ડિપોઝીટ ના હતા અને આરોપી એક વર્ષથી અહીં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.