PM મોદીની ઝાયડસ કેડિલા પ્લાન્ટની મુલાકાત , જાણો શું છે Zycov-D વેક્સીનની વિશેષતા
ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ ઘણું જ વધી રહ્યું છે ત્યારે અમદાવાદના ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ કેડિલા કંપની દ્વારા કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. આ વેક્સીનની સમીક્ષા કરવા માટે પીએમ મોદી આવી પહોંચ્યા. તેમના કાર્યક્રમ અંગે વાત કરીએ તો પીએમ મોદી 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારબાદ ત્યાંથી હેલીકોપ્ટર દ્વારા ચાંગોદર હેલીપેડ પહોંચ્યા ત્યાંથી ઝાયડસ કેડિલા કે જ્યાં પ્રોડક્શન થાય છે તે સ્થળે જઈ અને વેકસીન અંગે સમીક્ષા શરૂ કરી. જોકે, ઝાયડસ કેડિલાની જે વેક્સીન Zycov-Dનું ઉત્પાદન થવાનું છે તે રસીની કેટલીક વિશેષતા છે. આ રસી કોરોના વાયરસ પર આત્મનિર્ભર સ્ટ્રાઇક હશે્. જાણો શું હશે આ રસીની વિશેષતા
ઝાયડસ કેડિયાલ દ્વારા ZyCoV-D રસીનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રાયલના પ્રાથમિક તબક્કામાં જે ઉમેદવારો પર રસીનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે સ્વસ્થ હતા. આ રસીનું પ્રથમ બે તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઝાયડસ આ રસી ZyCoV-Dનું લેટ ટ્રાયલ ફેબ્રૂઆરી અને માર્ચમાં કરવાનું આયોજન કરી રહી છએ અને પ્રતિ વર્ષ 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાનું આયોજન કરી રહી છે. કંપનીના ચેરમેને ઉક્ત નિવેદન મહિને રોયટર્સને આપ્યું હતું.