વાંસદાથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે ન 56ના રસ્તાઓ બિસ્માર
ભીનાર તથા ઉનાઈ નદીના પુલ પર દર વર્ષે પડતા મસ મોટા વરસાદી ખાડા તંત્ર નિષ્ક્રિય
વાંસદા
રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
તંત્રના પાપે પુલ પર તથા રસ્તા પર પડેલા વરસાદી ખાડાઓમાં વાહન ચાલકો પટકાયા
ઉનાઈ – વાંસદાથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવે ન 56 પર રસ્તો અને ભીનાર ગામેથી કાવેરો નદીના પુલ પર તથા ઉનાઈ અંબિકા નદીના પુલ પર મસ મોટા વરસાદી ખાડાના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બનવા પામ્યો છે.તંત્રના પાપે ભીનાર કાવેરો નદીના પુલ પરથી વાલઝર ગામના આધેડ પોતાની મોપેડ લઇ ત્યાંથી પસાર થતા ખાડામાં મોપેડ લઈ પટકાતા પગમાં નાની મોટી ઇજા થવા પામી હતી જ્યારે ઉનાઈ અંબિકા નદીના પુલ પરથી પસાર થતા બે યુવાનો વાહન લઇ પુલ પર પડેલા વરસાદી ખાડામાં પટકાયા હતા. ઉનાઈ વાંસદા થી પસાર થતો વાપી શામળાજી હાઈવે ૨૪કલાક વાહનોની અવર જ્વરથી ધમધમતો હાઈવે હોય અહીંથી ૨૪કલાક અસંખ્ય ભારે વાહનોની અવરજવર થતી હોય છે અહીંના સ્થાનિકો દ્રીચક્રી વાહનો લઈ વાંસદા ઉનાઈ ખાતે રોજ બરોજ અવરજવર કરતા હોય છે ચોમાસાની સીઝનમાં દર વર્ષે આજ સ્થિતિ ઉભી થાય છે જેના કારણે ભારે વાહનો તથા દ્રીચક્રી વાહન ચાલકોને ચોમાસાની સિઝન દરમિયાન પડતા ખાડાઓમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે અને ભૂતકાળમાં મસ મોટા પડેલા ખાડાઓમાં ભારે વાહનોને પણ અકસ્માત થયું હોવાનું બહાર આવ્યું છે અને ઘણા વાહનોને પણ નુકશાન થવા પામ્યું હોવાનું જાણવા મળેલ છે ગત વર્ષે બિસ્માર રસ્તાને કારણે ઉનાઈ-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ હાઈવે પર કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યું હતું જે બાદ તંત્ર દ્વારા રસ્તાની મરામત યુદ્ધના ધોરણએ કરવામાં આવી હતી જો તંત્ર આ બાબતે સજાગ થાય અને પ્રિમોન્સૂન કામગીરીમા વેઠ ઉતારવામાં ન આવે તો ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પડતા ખાડાને કારણે જે સમસ્યા ઉદભવી રહી છે તેનું મહદઅંશે નિરાકરણ થઈ શકે એમ છે હાલમાં પડેલા ખાડાઓથી મોટા અકસ્માત થાય એ પહેલાં તંત્ર દ્વારા સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે . આ રસ્તા પરથી પસાર થતા હું બેવાર મારી મોપેટ લઇ પટકાયો છુ જેના કારણે નાની મોટી ઇજા પણ થવા પામી હતી પુલના રસ્તા પર પડેલા મસમોટા ખાડાને કારણે મોપેડ સ્લીપ મારી જાય છે જેના કારણે ઘણીવાર તો પુલ પરથી નીચે પડવાનો પણ ભય સતાવે છે- ભગુભાઈ કોળચા ( સ્થાનિક ખેડૂત ), વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર 56 પર અવારનવાર ખાડાઓ નું સામ્રાજ્ય હોય છે અને ભીનાર ખાતે પુલ પર ખૂબ જ મોટા ખાડા પડે છે જેના કારણે રાહદારીઓને અકસ્માત થવાનો ભય છે આ ખાડાઓ વહેલી તકે નહીં પુરવામાં આવે તો આવનાર દિવસોમાં આ ખાડામાં વૃક્ષારોપણ કરી તંત્રની આંખ ઉઘાડવા નું કામ કરીશુ-અનંત પટેલ(ધારાસભ્ય વાંસદા-ચીખલી)