गुजरात

અમદાવાદ: કોન્સ્ટેબલના ઘરમાંથી સવારે અડધા કલાકમાં જ એવી વસ્તુની ચોરી થઇ કે કરવી પડી પોલીસ ફરિયાદ

અમદાવાદ: સામાન્ય નાગરિકોના ઘરમાં ચોરી થાય કે બહાર કોઈ વસ્તુની ચોરી થાય ત્યારે પોલીસ અરજી લેતા હોય છે. તપાસ કરવાનું કહી વસ્તુ મળી જશે તેવો દિલાસો આપી બાદમાં ફરિયાદ નોંધે છે અથવા ચોર પકડાય તો જ ફરિયાદ નોંધવાના અનેક કિસ્સા જોવા મળતા હોય છે. પરંતુ એક પોલીસ કોન્સ્ટેબલ ના ઘરમાં જ ચોરી થતા “હમારી જેલ મેં સુરંગ?” જેવો ઘાટ ઘડાતા તાત્કાલિક ફરિયાદ પોલીસે નોંધી છે. આનંદનગર પોલીસસ્ટેશનના એક કોન્સ્ટેબલ એક જ ફ્લેટમાં તેમના મિત્રો સાથે રહે છે અને નાઈટ ડ્યુટી પતાવીને સાતેક વાગ્યે સુઈ ગયા હતા. પણ તેઓની બેદરકારી એટલી હતી કે તેમણે આવીને દરવાજો પૂરો બંધ કર્યો ન હતો અને આડો દરવાજો રાખી સુઈ ગયા હતા. સાડા સાતેક વાગ્યે અન્ય મિત્ર જાગ્યો અને ફોન ન જણાતા ત્રણેય મિત્રોના ફોન ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું.

મૂળ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના સીયાણી ગામમાં રહેતા અને હાલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સ્વપ્ના એપાર્ટમેન્ટમાં રહેતા વિક્રમસિંહ પરમાર પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. તેઓ હાલમાં આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરમાંથી ચોરી થઈ હતી. વિક્રમસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ અને તેમની સાથે રૂમમાં રહેતો તેમનો મિત્ર કમલેશ તથા ત્રીજો મિત્ર મયુર જાદવ વહેલી સવારે પોતાના ઘરે હતા.

Related Articles

Back to top button