गुजरात

સુરત: લિવ-ઇનમાં રહેતી પ્રેગનેન્ટ યુવતીને તેના જ સાથીએ મોતને ઘાટ ઉતારી લાશને દાટી દીધી

બારડોલી: સુરતના બારડોલીના બાબેન ગામ ખાતેથી ગુમ થયેલી 28 વર્ષીય રશ્મિની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની મૃતદેહ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવ્યો છે. આ ખેતર યુવતીના વર્તમાન સાથીના પ્રથમ સસરાનું છે. પોલીસ તપાસ પ્રમાણે યુવતી એક યુવક સાથે છેલ્લા પાંચ વર્ષથી લિવઇન સંબંધ માં રહેતી હતી. ગત 15મી તારીખના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદમાં તેણીના સાથીએ જ તેની હત્યા કરી નાખી હતી. જે બાદમાં લાશને એક ખેતરમાં દાટી દીધી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતિ કટારીયા (ઉ.વર્ષ 28) છેલ્લા પાંચ વર્ષથી ગામના જ ચિરાગ સુરેશભાઈ પટેલ નામના પરિણીત યુવક સાથે લિવ ઇન સંબંધમાં રહેતી હતી. રશ્મિ બાબેન ગામના લકઝરીયા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી.

Related Articles

Back to top button