गुजरात

કચ્છ કિસાન સંઘનું 19મુ સ્નેહમિલન તેમજ ગોપાળ અષ્ટમી નિમિત્તે ગાય માતાનું પૂજન કરવામાં આવ્યુ

Anil Makwana

ભુજ

રિપોર્ટર – કમલેશ નાકરાણી

આજ રોજ કચ્છ જિલ્લાની અંદર ભુજ ખાતે ભીમા શેઠની વાવ ગડા પાટિયા ખાતે કચ્છ કિસાન સંઘનું 19 મુ સ્નેહમિલન અને ગોપાળ અષ્ટમી નિમિત્તે ગાય માતાનું પૂજન કરી ગાય માતાને ગોળ થી મોઢુ મીઠું કરાવી ધરતી પુત્રો ખૂબ મોટી બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

કોવીડ 19 ના નિયમોનું ચુસ્ત પાલન કરી કિસાન પુત્રો એકત્રિત થયા હતા અને ભવ્યથી અતિભવ્ય કિસાનોને શોભે તેવું એક બીજાને શુભેચ્છાઓ આપવા માટેનું અને આવતું 2021નુ વર્ષ કિસાન પુત્રો અને રાષ્ટ્ર માટે લાભકારી નીવડે તેવી શુભેચ્છાઓ ની આપ-લે કરવામાં આવી હતી

હિંદુસ્તાનની અંદર જ્યારે ગાય માતાને માતાના સ્વરૂપે જોવામાં આવે છે ત્યારે આ સમયે ગાય માતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું

દાતાશ્રીઓ એ દીલ ભરી પોતાનુ દાન અને ગાય માતા ના નિર્માણ માટે આગળ આવ્યા હતા હરિભાઈ અને શિવજીભાઇ બરાડીયા એ પોતાના અમુલ્ય દાન ઉદાર હાથે નોંધાવ્યું હતુ

ધરતી પુત્રોએ ફુલ નહિ તો ફુલની પાંખડી બધા જ સ્નેહમિલન ના અવસર ઉપર પોતાના દાન નોંધાવી સ્નેહમિલન એટલે સંબંધોનો સેતુ એવી લાગણી સાથેની સ્નેહમિલન ની ઉજવણી રંગે ચંગે કરાઈ હતી

સંકલન ભીમજીભાઇ જે કેરસિયા કચ્છ કિસાન સંઘ મંત્રીશ્રી

Related Articles

Back to top button