गुजरात

સુરત : વ્યાજખોરો બેફામ, 3 લાખના બદલે 10 લાખ વસુલ્યા છતાં વ્યાજ માટે ધમકી, વરાછાના યુવકે કરી ફરિયાદ

સુરત : સુરતમાં વ્યાજે  લીધેલા પૈસાના બદલે પઠાણી ઊઘરાણીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૈસા લેનાર નાના વરાછાના યુવકને રસ્તે અટકાવી અને તેની બસ ઝૂંટવી લેવાની ધમકી આપનાર જૂનાગઢના ફાઇનાન્સર બંધુઓ સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હકિકતમાં આ ફરિયાદી યુવકે સુરતમાં પત્નીની સારવાર માટે લીધેલા 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રૂપિયાનું વ્યાજ વધારી 10 ટકાના દરે પઠાણી ઊઘરાણી કરી રસ્તા વચ્ચે બસ અટકાવી કબ્જો જમાવવાની ધાક-ધમકી આપનાર જૂનાગઢના ફાઇનાન્સર ભાઈઓ વિરૂધ્ધ ટ્રાવેલ એજન્ટે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડાએ વ્યાજખોરો સામે કડકાઈથી કામ લેવા માટે ખાસ ગુનાઓ નોંધવા કમર કસી છે ત્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.સુરતના લસકાણા-ખોલવડ રોડ સ્થિત ઓપેરા પેલેસમાં રહેતા અને નાના વરાછાના એસએમસી ગજાનંદ કોમ્પ્લેક્ષમાં અવધ ટ્રાવેલ્સ નામે ટ્રાવેલ એજન્ટ તરીકેનું કામ કરતા નીમેશ મનસુખ ભાઈ લક્કડ ત્રણ વર્ષ અગાઉ પત્નીની સારવાર માટે જૂનાગઢના ફાઇનાન્સર બંધુ અમીત કામોઠી અને તેના ભાઇ મનોજ કામોઠી પાસેથી પ્રથમ 2 લાખ અને ત્યાર બાદ 1 લાખ મળી કુલ 3 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધા હતા અને સમયસર વ્યાજ પણ ચુકવતા હતા.

Related Articles

Back to top button