गुजरात

સુરત: જમીન-મકાન લે-વેચનું કામ કરતી પ્રેમિકાએ પ્રેમ સંબંધ તોડી નાખતા પ્રેમીએ અપહરણ કરી માર માર્યો

સુરત: શહેરના અડાજણ વિસ્તાર માં રહેતી અને જમીન મકાન લે-વેચનું કામ કરતી મહિલાને તેના પ્રેમીએ અન્ય યુવકો સાથે બિઝનેસ કરવાની ના કરી દીધી હતી. આ મામલે પ્રેમિકાએ ચોખવટી કરી હોવા છતાં પ્રેમી શંકા રાખતો હતો. જે બાદમાં પ્રેમિકાએ સંબંધ તોડી નાખ્યો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા પ્રેમીએ તેની પ્રેમિકાનું બળજબરીથી અપહરણ કરી લીધું હતું અને તેણીને માર માર્યો હતો. જે બાદમાં આ આખો મામલો અડાજણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે પોલીસે પ્રેમી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અડાજણ એલ.પી. સવાણી વિસ્તારમાં રહેતી અને જમીન-મકાનની દલાલીનું કામ કરતી મહિલા ધંધાર્થે ઇલ્યાસ મોહમંદ શફી ફણીવાલા નામના યુવકના સંપર્કમાં આવી હતી. આ દરમિયાન બંનેની આંખ મળી જતાં છેલ્લા અઢી વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને દરરોજ મળતા હતા અને સાથે વેપાર પણ કરતા હતા. જોકે, મહિલા થોડા દિવસથી મહિડા અને ઉસ્માન આરીફ શેખ સાથે જમીન મકાન લે-વેચનું કામ કરી રહી છે. આ વાતથી ઇલ્યાસ નારાજ હોવાથી મહિલા સાથે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો છે.

દરમિયાન ત્રણ દિવસ પહેલા મહિલા તેના રહેણાંક એપાર્ટમેન્ટના ગેટ પાસે હતી ત્યારે ઇલ્યાસ ત્યાં પહોંચી ગયો હતો અને ‘તું અત્યારે મારી સાથે કેમ ફરવાની ના પાડે છે, તારે બીજા કોઇ જોડે અફેર છે કે શું?’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કરીને જો નહીં બેસે તો પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.

જે બાદમાં ઇલ્યાસે મહિલા પર દબાણ કરીને કહ્યું હતું કે તું અત્યારે જ ફોન કરીને ઉસ્માનને કહી દે કે હવેથી ફોન ન કરે. આ વખતે મહિલાએ ઉસ્માન સાથે ફક્ત ધંધાકીય સંબંધ હોવાનું તેમજ પ્રેમ સંબંધ ન હોવાની ચોખવટ તેના પ્રેમીને કરી હતી. બીજા દિવસે મહિલા પોતાના મિત્રો સાથે બહાર ગઈ હોવાની જાણકારી મળતા તેના પ્રેમીએ મહિલાને તેના ઘરની નજીક અટકાવી હતી. પ્રેમીએ મહિલાને માર મારી તેનું સ્કૂટર પર અપહરણ કરી લીધું હતું. જે બાદમાં તેને પાલ ખાત લઈ ગયો હતો. અહીં તેણી કોઈ અન્ય યુવકના પ્રેમમાં છે તેવો વહેમ રાખી માર માર્યો હતો.

Related Articles

Back to top button