સુરત : કરપીણ હત્યાનો સિલિસિલો યથાવત, તલવાર લઈને નીકળેલા શખ્સનું ઢીમ ઢાળી નાખ્યું
સુરત : સુરત શહેરમાં તહેવારોમાં પણ કરપીણ હત્યાઓનો સિલિસિલો યથાવત રહ્યો છે. શહેરમાં માથાભારે શખ્સોના હંગામાની ઘટનાઓ વચ્ચે ડીંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની વિગતો એટલી ચકચારી છે કે જાણીને કોઈ પણ વ્યક્તિને આંચકો લાગી શકે. સુરતના ડીંડોલીની શ્રીનાથ નગર સોસાયટીમાં દારૂના નશામાં ખુલ્લેઆમ તલવાર લઇ નીકળેલા માથાભારે યુવાનને લાકડાના ફટકા અને પથ્થર વડે માર મારી હત્યા નીપજવામાં આવી આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી માથાભારે યુવાનને રહેંસી નાંખનાર પાંચની અટકાયત કરી છે.
સુરત ના ડીંડોલી-નવાગામ રોડ સ્થિત શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નં. 310માં રહેતો માથાભારે આકાશ હરિરામ સહાની ( ચારેક દિવસ અગાઉ રાત્રે 8 વાગ્યાના અરસામાં દારૂના નશામાં ચૂર હાલતમાં ખુલ્લી તલવાર લઇ સોસાયટીમાં નીકળ્યો હતો. નશામાં ધૂત આકાશે ખુલ્લામાં તલવારબાજી શરૂ કરી દેતા એક યુવાનને ઇજા થઇ હતી.