સુરતથી પાવાગઢ દર્શન માટે જઇ રહેલા ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોનાં મોત, 16 ઇજાગ્રસ્ત
વડોદરા નેશનલ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી પાવાગઢ જતા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા 10 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કપુરાઈથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 3 વાગે ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ તમામ લોકો પાવાગઢ દર્શન માટે જઇ રહ્યાં હતાં.
હાલ મળતી માહિતી પ્રમાણે, દર્ઘટનામાં 19 યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ છે જયારે 10 યાત્રીઓના કરૂણ મોત નીપજ્યા છે. જેમાં 1 બાળક ,5 મહિલા, 3 પુરુષનો સમાવેશ થાય છે.
ઘટનાની ગંભીરતાને જોઇને એડિશ્નલ સીપી કલેકટર, સીડીએમ તથા SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક ઘટનાસ્થળે હાજર થયા હતા.
વડોદરા જિલ્લા કલેક્ટરે કર્યું નિરીક્ષણ વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ પણ વહેલી સવારે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતથી પાવાગઢ જતી ટ્રકને આજે વહેલી સવારે વડોદરા પાસે અકસ્માત થયો છે. આમાં બધા જ લોકોને એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.