गुजरात

AMCના ડોર ટુ ડોર ગાડી ચાલકે 10 વર્ષની બાળકીને લીધી અડફેટે, નીપજ્યું મોત

અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. શહેરના ફતેવાડી કેનાલ પાસે આવેલી સ્ટાર રેસિડેન્સી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાડી ચાલકે (Door To Door) 10 વર્ષની નૌરીન નામની બાળકીને અડફેટે લીધી હતી. જેનું વી.એસ. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ દૂર્ઘટનાને કારણે બાળકીનાં પરિવારમાં શોકનો માહોલ છે. પોતાની દીકરીને અકસ્માતમાં ગુમાવવાથી પરિવારજનો રોષે ભરાયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર ગાડી ચાલકે આગળથી 10 વર્ષની નૌરીનને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જે બાદ બાળકીને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ દરમિયાન બાળકીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.

Related Articles

Back to top button