गुजरात

વલસાડ : બાઇક ચાલક પાસેથી મળી આવ્યું 1.40 લાખનું MD ડ્રગ્સ, નશાના વેપલાનો પર્દાફાશ

વલસાડ : માયાનગરી મુંબઈ ની ફિલ્મી દુનિયા માં જ્યારથી એમ ડી ડ્રગ ના નશાના (Drugs) સમાચાર મળી રહયા છે ત્યારથી રાજ્યમાં પણ હવે આ ડ્રગ્સ મળી આવવાની શરૂઆત થઇ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યનાં પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લામાં એક જ અઠવાડિયામાં બે વાર એમ.ડી ડ્રગ્સ મળી આવાની ઘટના રાજ્યમાં યુવા ધનને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત તરફ ધકેલવાની શરૂઆત થઇ હોય તેવી ખતરાની ઘંટી આવી છે. વલસાડના ડુંગરી પોલીસે નેશનલ હાઇવે પર એક બાઈક ચાલાક પાસે થી 1.40 લાખ નું ડ્રગ ઝડપી પાડ્યું છેત્યારે કોણ છે આ યુવાન અને ક્યાંથી લાવ્યો હતો આ નશાનો કારોબાર

પહેલાં વાપી પાસે આવેલ હાઇવેની એક હોટલ પાસે થી 4 યુવાનો પાસે થી 27લાખ નું 274 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું અને હવે ડુંગરી ના વાઘલધરા ગામ પાસે હાઇવે પરથી ફરી એક વાર એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે. જોકે આ વખતે ડુંગરી પોલીસે એક બાઇકચાલક પાસે થી 1.40 લાખ નું 14.17 ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. છેલ્લા ઘાણ સમયથી દેશમાં ડ્રગ્સના સેવનને લઈને રોજે રોજે હેડ લાઈન્સ બની રહી છે. મુંબઈ ફિલ્મ સીટી ડ્રગ્સના અજગરી ભરડામાં ફસાઈ ચુક્યું હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડમાં પણ ડ્રગ્સના દુષણ એ પગ પેસારો કર્યો છે.

Related Articles

Back to top button