गुजरात
ધનતેરસના દિવસે ખુશી હોસ્પિટલમાં બાળકીનો જન્મ થતાં ડૉ.હેરત પટેલે કુટુંબ નિયોજનનું ઓપરેશન વિના મૂલ્યે કરી આપ્યું
Anil Makwana
ચિલોડા
રિપોર્ટર – મહંમદસફી મેમણ
જયારે આજ ના જમાના માં પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર કરાવવી મોંઘી બની છે તેવા માં ચિલોડા ખાતે ખુશી હોસ્પિટલ દ્વારા આજનો દિવસ ધનતેરસ એટલે મહાલક્ષમી ના પૂજન નો દિવસ છે એવા આ પવિત્ર દિવસે ખુશી હોસ્પિટલ મોટા ચિલોડા ખાતે ડૉ હેરત પટેલ (ગાયનેકોલોજીસ્ટ) દ્વારા ઓપરેશનથી ડિલેવરી કરાવતાં બેબી નો જન્મ થયો હતો. ડૉ.હેરત પટેલ સાહેબ દ્વારા આ ઓપરેશન નહીવત ખર્ચ તેમજ બેટી બચાવો- બેટી વધાવો ને ધ્યાનમાં રાખતા કુટુંબ નિયોજનનું ઓપરેશન વિના મૂલ્યે કરી માનવતા ધર્મ પાડ્યો હતો જે આજના દિવસમાં ખુશી હોસ્પિટલ માટે ખુશી ની વાત છે.