અમદાવાદ : બપોરે પાર્લરમાં ગયેલી પત્ની મોડી રાત્રે ઘરે આવી, પત્નીનો મોબાઈલ ચેક કરતા પતિ હચમચી ગયો
અમદાવાદ : પતિ પત્ની ઔર વોનો કિસ્સો શહેરના રામોલ વિસ્તારમાં સામે આવ્યો છે. એક યુવકની પત્ની બપોરે બ્યુટી પાર્લરમાં ગઈ ત્યારે તે મોડી રાત્રે પરત આવતા પતિને શંકા ગઈ હતી. જેથી તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં એક યુવકનો નંબર નીકળ્યો હતો. આ પ્રકરણ સામે આવતા જ ફોન પર વાત કરનાર શખસ આ યુવતીના ઘરે પહોંચી તેના પતિ સાથે બબાલ કરી માર મારી ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
વસ્ત્રાલમાં રહેતા ૩૫ વર્ષીય યુવક તેના પરિવાર સાથે રહે છે અને મણિનગરમાં એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. બુધવારે તેઓ તેમના ઘરે હાજર હતા ત્યારે બપોરના સમયે તેમની પત્ની પાર્લરમાં જવું છું તેમ કહી ઘરેથી નીકળી હતી અને મોડી રાત્રે ઘરે પરત આવી હતી. જેથી આ યુવકને શંકા જતા તેમણે તેમની પત્ની નો મોબાઈલ ચેક કર્યો હતો. મોબાઇલ ચેક કરતાં તેમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હોય અને કર્યો હોય તેવી માહિતી તેમને જણાઇ આવી હતી. જેથી તે નંબર વિશે યુવકે પત્નીને પૂછતાં તેણે જણાવ્યું કે સુનિલ કે જે વસ્ત્રાલ ખાતે રહે છે તેની સાથે તેને સારી મિત્રતા છે અને આ નંબર તેનો છે.
ત્યારે બાદમાં આ સુનિલ નામનો શખસ યુવકના ઘરે આવ્યો હતો અને આ યુવકને કહેવા લાગ્યો હતો કે તે સુનીલ અને તેની પત્ની વચ્ચે કેમ બોલે છે અને તે બંને વચ્ચે કેમ આવે છે તેમ કહી આ યુવકને બિભત્સ ગાળો દેવા લાગ્યો હતો. અને આ યુવકે ગાળો બોલવાની ના પાડતાં સુનિલ નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં આ યુવકને માર મારવા લાગ્યો હતો.