गुजरात

સુરતમાં સૂર્યા મરાઠીના ખાસ રાકેશ મારુની હત્યા: જમીનના રૂપિયાની લેતીદેતીમાં પતાવી દીધો હતો

સુરત: સુરત શહેરમાં બુધવારે મોડી રાત્રે રાંદેર વિસ્તાર ના માથાભારે એવા સૂર્યા મરાઠી ના ખાસ અને વિસ્તારમાં કુખ્યાત એવા ગુનેગાર રાકેશ મારૂ ની જાહેરમાં જ હત્યા અજાણ્યા લોકોએ હત્યા કરા નાખી હતી. જાહેરમાં થયેલી હત્યા થી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે રાકેશની પત્નીએ પોલીસ મથકે ફરિયાદ આપી છે. જેમાં આ હત્યા પૈસાની લેતીદેતીમાં કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાકેશની હત્યા બાદ તેની પત્નીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, આશરે એક અઠવાડિયા પહેલા રાકેશનો રાંદેર વિસ્તારનાી જ દીપેશ રાજપુત સાથે જમીન રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો થયો હતો. ફરિયાદ પ્રમાણે જે તે સમયે દીપેશે રાકેશને જોઇ લેવાની ધમકી આપી હતી. આ અદાવતમાં જ હત્યા કરી નાખવામાં આવી હોવાનો પત્નીએ દાવો કરતા ફરિયાદ આપી છે. પત્નીના કહેવા પ્રમાણે બુધવારની રાત્રે તેનો પતિ આસીફ ગાંડાને ત્યાં પાર્ટીમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો.

Related Articles

Back to top button