गुजरात

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ધોરડો (કચ્છ) ખાતે સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ-2020ના કાર્યક્રમમાં સંબોધન કર્યું

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના ધોરડો (ક્ચ્છ) ખાતે આજે આયોજન કરવામાં આવેલા સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ – 2020 કાર્યક્રમમાં જણાવ્યુ હતું કે સરહદી વિકાસ ઉત્સવનો ઉદ્દેશ એ છે કે સુશાસન અને વિકાસ સરહદી વિસ્તારો સુધી પહોંચે. સરહદ પર આવેલા ગામોમાં જે નાગરિકો વસવાટ કરે છે તેમને પણ એટલી જ સુવિધા પ્રાપ્ત થાય, જેટલી શહેરોમાં રહેતા નાગરિકોને મળતી હોય છે. તેની સાથે-સાથે અહીંના જન પ્રતિનિધિઓમાં રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના જાગૃત કરવી અને સુરક્ષાનો મુદ્દો તથા સૈન્યને લગતી મહત્વની સંવેદનશીલ બાબતો અંગે પરામર્શ કરવો તે સરહદ વિસ્તારના વિકાસોત્વનો ઉદ્દેશ છે.


શ્રી અમિત શાહે જણાવ્યું કે સરહદોની સુરક્ષા માટે સૌથી મહત્વની બાબત એ છે કે સરહદી ક્ષેત્રોમાંથી સ્થળાંતર ના થાય તે જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ તે ગામના વિકાસનું પણ છે. સરહદની અંદરના ગામોમાં જેટલો વિકાસ થાય તેટલો સરહદે આવેલા ગામોનો વિકાસ થવો જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરદાર પટેલના વિચારો વાંચવાથી એવી જાણકારી મળે છે કે તેમણે એ વખતે કહ્યું હતું કે સરહદો સુધી માર્ગો, પાણી, વીજળી વગેરે પહોંચવા જોઈએ અને સરહદો પરથી થતું સ્થળાંતર રોકવું જોઈએ. કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી સરદાર સાહેબના તમામ વિચારોનો યોગ્ય અમલ કરવાની શરૂઆત થઈ ગઈ છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર 6 વર્ષની અંદર સીમાઓને સુરક્ષિત કરવાની જવાબદારી સારી રીતે નિભાવી છે. તમામ દળોને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની તાલીમ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરેક ગરીબના ઘરમાં સરકાર દ્વારા વીજળી, બેંક એકાઉન્ટ અને શૌચાલય પહોંચાડવાની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. દરેક માતાના રસોડા સુધી ગેસ પહોંચાડવાનું કામ પણ પૂરૂ થઈ ગયું છે અને દરેક ગરીબને રૂ.5 લાખ સુધીની તમામ આરોગ્ય સુવિધાઓનો ખર્ચ ઉપાડી લેવાનું કામ કરવામાં આવ્યું છે. આયુષમાન ભારત યોજના હેઠળ હવે તમામ નાગરિકોની સારવાર કરવામાં આવી રહી છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર સાથે તમામ રાજ્ય સરકારો અને 135 કરોડ લોકો કોરોના વિરૂધ્ધ લડત આપી રહ્યા છે. શ્રી શાહે કહ્યું હતું કે દિવાળીનો તહેવાર છે, ઉલ્લાસ, ઉમંગ અને આનંદ હોવો જોઈએ, પણ સાથે-સાથે સતર્કતા પણ ખૂબ જ જરૂરી છે. કાર્યક્રમમાં કેન્દ્રના કૃષિ મંત્રી તથા ખેડૂત કલ્યાણ, ગ્રામ વિકાસ, પંચાયતી રાજ, ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારના મંત્રી મંડળના અનેક મંત્રીઓ, કેન્દ્રના ગૃહ સચિવ, બીએસએફના મહાનિદેશક, અને અસૂચના બ્યૂરોના નિદેશક અને ગુજરાત સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

 

Related Articles

Back to top button