गुजरात

ધનતેરસનાં દિવસે આર્યુવેદિક સંસ્થાનને મળશે રાષ્ટ્રીય દરજ્જો, પીએમ મોદી કરશે લોકાર્પણ

જામનગર : આર્યુવેદનું કાશી ગણાતા જામનગરને દિવાળી પહેલા મોટી ભેટ મળવા જઈ રહી છે. જામનગરની રાજાશાહી વખતની આર્યુવેદિક સંસ્થાનને રાષ્ટ્રીય દરરજો મળવા જઈ રહ્યો છે. આગામી ધનતેરસના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ઈ-વિમોચન કરશે.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ સહિત ત્રણ સંસ્થાઓને ઇન્સ્ટિટયુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદના દરજ્જો આપતું બિલ સંસદમાં પસાર થયા બાદ હવે આગામી 13મી નવેમ્બરના રોજ પાંચમાં આયુર્વેદ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઈન્સ્ટિટયુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ અટલેકે ITRAનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી થવાનું છે.

આ વેળાએ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય,રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Related Articles

Back to top button