गुजरात

અમદાવાદ: સફારી ગાડીમાં આવેલા ગઠિયા શૉ રૂમમાં પાર્ક કરેલી કાર લઈને પલાયન થઈ ગયા

અમદાવાદ: શહેરના સરખેજ ગાંધીનગર હાઈવે પર સફારી કારમાં આવેલા બે ગઠિયા શૉ રૂમના ક્લિનિંગ એરિયામાંથી કર લઈને પલાયન  થઈ ગયા છે. જોકે, નવાઈ ની વાત તો એ છે કે કાર સિક્યુરિટી કેબિન ની પાછળ પાર્ક કરેલી હોવા છતાં કોઈને જાણ સુદ્ધા પણ થઈ ન હતી!

એસ. જી. હાઈવે પર લેન્ડમાર્ક હોન્ડા શૉ રૂમમાં ઇ.ડી.પી ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા હારુન મિર્ઝાએ પોલીસ ફરિયાદ આપી છે કે, ત્રીજી નવેમ્બરે હોન્ડા કંપનીને સીટી વી.એક્ષ.એમ.ટી મોડલની કારની ડિલિવરી આપવાની હોવાથી કાર ગોડાઉનમાંથી લાવી વૉશ કરીને શૉ રૂમમાં મૂકી હતી. જોકે, કારનું પેમેન્ટ ક્લિયર ન થતાં કાર કલીનિંગ એરિયામાં સિક્યુરિટી કેબિનની પાછળ મૂકી હતી. કારની ચાવી પણ કારમાં જ હતી. ચાવી રાખવા પાછળનું કારણ એવું હતું કે કારને બીજે ક્યાંય મૂકવી હોય તો મૂકી શકાય.

Related Articles

Back to top button