गुजरात

Diwali 2020 : ફટાકડા ફોડતા પહેલા આટલી વાતો રાખજો યાદ, નહીં તો થઇ શકે છે ધરપકડ

દિવાળીના તહેવાર આવવાને હવે ગણતરીનાં દિવસો બાકી છે. 13 નવેમ્બર એટલે શુક્રવારે (Diwali, 13th November 2020, Friday) દિવાળીનો પર્વ છે. તો બીજી બાજુ રાજ્યમાં કોરોનાનો કહેર  ફરીથી વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસનાં સંક્રમણનો આંકડો એક હજારને પાર જઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે  ફટાકડા ફોડવા અંગે જાહેરનામુ  બહાર પાડ્યું છે. આ જાહેરનામા પ્રમાણે, રાતે 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. વિદેશી ફટાકડા તેમજ ઓન લાઈન ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે, અમદાવાદમાં કલમ 144નો અમલ ચાલુ હોવાથી 4 કરતાં વધારે માણસ ભેગાં થઇને ફટાકડા ફોડી શકશે નહીં. વધુ અવાજ કે કચરો કરતા ફટાકડા તેમજ લૂમ ફોડી શકાશે નહીં.

આ ઉપરાંત લાઈસન્સ ધરાવતા વેપારી સિવાય બીજા કોઇ ફટાકડા વેચી શકશે નહીં. જો ફટાકડા વેચનાર કે ફોડનાર આ નિયમો નહીં પાળે તો તેની ધરપકડ કરવાાં આવશે. આ સત્તા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ અને તેમનાથી ઉપરનાં તમામ પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. હાલમાં ચાલી રહેલ કોવિડ-19 અનુસંધાને ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો તથા અત્રેથી બહાર પાડેલ જાહેરનામાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Related Articles

Back to top button