गुजरात

અમદાવાદ: ટ્રાફિક પોલીસની દાદાગીરી, PUCની મુદ્દત પૂરી થઈ ગઈ હોવાથી ચાલકને ગુપ્તભાગે લાત મારી, ફરિયાદ દાખલ

અમદાવાદ: કાલુપુરમાં તાજેતરમાં માસ્ક બાબતે પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી હતી. હવે પીયૂસી (Pollution Under Control) મામલે વાહન ચાલક સાથે ઘર્ષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. એક વાહન ચાલકના વાહનની પીયૂસી એક્સપાયર થઈ જતા તે દંડ ભરવા તૈયાર હતો. વાહન ચાલક પાસે દંડ ના 1,500 રૂપિયા ન હોવાથી 500 રૂપિયા આપીને અન્ય રૂપિયા સંબંધીના ઘરેથી મંગાવી આપવાનું કહેતા ટ્રાફિક પોલીસે ચાલક સાથે ગેરવર્તણૂક કરી હતી. એટલું જ નહીં, વાહન ચાલકને લાફા મારીને ગુપ્ત ભાગે લાત મારી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસને જાણ કરવામાં આવતા હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ નજીક આવેલા આણંદ જિલ્લાના ગોધાવી ગામના આકાશભાઈ વાઘેલા હાલ બોપલ ખાતે તેના પરિવાર સાથે રહે છે. તેઓ એક ખાનગી એજન્સીમાં ઓનલાઇન પરીક્ષા સેન્ટરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે સંબંધીના ઘરે ભુવલડી ખાતે સગાઈના પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી સાંજે તેઓ પરત આવતા હતા ત્યારે આસ્ટોડિયા દરવાજાથી નીકળી ઘર તરફ જઈ રહ્યા હતા. આકાશભાઈ ખમાસા ચાર રસ્તા આવતા તેઓને ખમાસા ચાર રસ્તા પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ રોક્યા હતા.

Related Articles

Back to top button