દિવાળીના તહેવારો પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને ભેટ આપી છે. સ્થગિત કરેલ મોંઘવારી ભથ્થું દિવાળી પહેલા ચૂકવાશે
Anil Makwana
ગાંધીનગર
દિવાળીના તહેવારો પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સરકારની ગ્રાન્ટ હાંસલ કરતા સંસ્થાના કર્મચારીઓને બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે 1 સપ્ટેમ્બર 2019થી 6 માસનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું હતું પરંતુ કોરોનાને કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં સરકારે ભથ્થું આપવાનું મુલતવી રખાયું હતું, રાજ્ય સરકારની આવકમાં વધારો થયો પરંતુ હવે તમામ પ્રવૃતિઓ પુનઃ શરૂ થઇ જતાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. નીતિન પટેલે જણાવ્યું કે સરકારી કર્મચારીઓને કુલ 6 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું બાકી હતું. જે પૈકી હાલ 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. બીજી તરફ રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને પણ 3 હજાર 500 સુધીનું બોનસ આપવાની જાહેરાત કરી છે. દિવાળી પહેલા ખાતામાં રકમ જમા થઈ જશે. વર્ગ ચારના કર્મચારીઓને બોનસ આપવાની પણ જાહેરાત કરવામાં આવશે.
464 કરોડ રકમ ચૂકવવામાં આવશે.
4.50 લાખ પેન્શરોને પણ લાભ મળશે.
30 હજાર જેટલા વર્ગ 4ના કર્મચારીઓને લાભ મળશે.