गुजरात
મહેમદાવાદ : ક્રિકેટ સટ્ટામાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી 10,000ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, 2 કોન્સ્ટેબલ ફરાર
મહેમદાવાદ : લાંચિયા અધિકારીઓ પર તવાઈ બોલાવા માટે એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા જુદા જુદા સરકારી વિભાગોમાં લાંચ-રૂશ્વત વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ તો આણંદના વર્ગ-3 અધિકારી પાસેથી મળી આવેલા કરોડો રૂપિયાની સંપતિનો મામલો ચરોતરમાં ચર્તાની એરણે છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યૂરો ની ટ્રેપ માં મહેમદાવાદા પોલીસ મથકના બે જવાનો વતી લાંચ લેતો વચેટિયો ઝડપાઈ ગયો છે.
બનાવની વિગત એવી છે કે મહેમદાબાદ પોલીસ મથકમાં સટ્ટાના કેસમાં આરોપીઓ ઝડપાયા હતા. આ આરોપીઓએનો અગાઉ 1.50 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટનો અભિપ્રાય આપવા માટે વધારાના 10 હજાર રૂપિયાની માંગણી આરોપીઓ પાસેથી કરવામાં આવી હતી.