गुजरात

અમદાવાદ : નરોડામાં કારખાનેદારને રેસ્ટોરન્ટમાંથી પાર્સલ લેવા જવાનું 1.30 લાખમાં પડ્યું, ચેતવણીરૂપ કિસ્સો

અમદાવાદ: શહેરના નરોડામાં અજીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારી કંપનીએથી નીકળીને ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં તેઓ હોટલમાં જમવાનું લેવા રોકાયા હતાં, તેમણે નરોડા વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પાસે કાર પાર્ક કરીને જમવાનું પાર્સલ લેવા ગયા હતા બાદમાં પરત આવ્યા તો 25 જ મિનિટમાં તેમની કારમાંથી 1.30 લાખ રૂપિયા ગાયબ હતાં. જોયું તો કારનો કાચ તૂટેલો હતો. વેપારીને ચોરીની આશંકા થતા તેમણે નરોડા પોલીસને  જાણ કરી હતી.જેથી નરોડા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દીપકભાઈ સીદાણી તેમના પરિવાર સાથે રહે છે. તેઓ નરોડા જીઆઇડીસીમાં કારખાનું ધરાવે છે. આ વેપારી જીઆઈડીસીમાં જયદીપ કનફેસરી નામથી ચોકલેટ બનાવવાની કંપની ધરાવી વેપાર કરવા છે. તેઓ બે દિવસ પહેલા તેમની કંપનીએથી તેમની કાર લઈને નિકળ્યા હતાં. તેમની કારમાં વેપારના 1.30 લાખ રોકડા અને ડોક્યુમેન્ટ લઈને કારમાં મૂકેલા હતા.દરમિયાન જીઆઈડીસીમાંથી નીકળી અને રસ્તામાં તેઓ ઘરે પાર્સલ લઈ જવા માટે જમનવાનું લેવા માટે ઊભા રહ્યા હતા.

Related Articles

Back to top button