“તું મારી સાથે આ રીતે સેક્સ નહિ કરે તો હું બીજા લગ્ન કરી લઈશ”, વિકૃત પતિ સામે મહિલાએ નોંધાવી ફરિયાદ
અમદાવાદ – હવસ ના ભૂખ્યા હવસ ખોરો હવસની ભૂખ સંતોષવા માટે કોઈ પણ હદ સુધી પહોંચી જતા હોય છે. આવો જ એક બનાવ શહેરના ઇસનપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. સાસરિયાના શારીરિક અને માનસિક ત્રાસ ઉપરાંત હવસખોર પતિની અઘટિત માંગણી ઓથી કંટાળીને પત્નીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ઇસનપુરમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ આપી છે કે વર્ષ 2017માં સમાજ સામે રીતરિવાજ મુજબ તેના લગ્ન થયા હતા.
જો કે લગ્ન ના છ મહિના સુધી તેને સાસરિયા સારું રાખતા હતા. બાદમાં નાની નાની બાબતોમાં માનસિક ત્રાસ આપી ગડદા પાટુંનો માર મારતા હતા. મહિલાના પતિ પણ અવારનવાર તેની પાસે દહેજ પેટે રૂપિયાની માંગણી કરતા હતા. અને તેના પિયરમાંથી રૂપિયા તેમજ ગાડી લાવવા દબાણ કરતા હતા. વળી તેને પૈસા ના લાવવા પર જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા હતા. છતાં મહિલા તેનું લગ્ન જીવન બગડે નહિ તે માટે આ ત્રાસ સહન કરત રહી હતી.
જો કે વીસેક દિવસ પહેલા મહિલાનો પતિ રાત્રે ઘરે આવીને વિકૃત રીતનું વર્તન કરવા લાગ્યો હતો. અને મહિલા સાથે બળજબરીથી અકુદરતી સેક્સ કરેલ. જેથી મહિલાને ખુબ જ તકલીફ અને પીડા થવા લાગ્યા. તેના પતી ખુશ થઇ કહ્યું હતું કે જો તું મારી સાથે આવી રીતે સેક્સ નહિ કરે તો હું બીજા લગ્ન કરી લઈશ. તેના પતિ અવાર નવાર આ પ્રકાર ની અઘટિત માંગણીઓ ચાલુ રાખતા હતા. જો કે મહિલા તેમ કરવાની ના કહે તો તેને ગડદા પાટું નો માર પણ મારતા હતા.